ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં મૃત્યુ પામેલા પરિવારને મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમા: આરોપીઓ વહેલી તકે નહીં પકડાઈ તો મુદો વિધાનસભામાં ગુંજશે


SHARE













મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં મૃત્યુ પામેલા પરિવારને મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમા: આરોપીઓ વહેલી તકે નહીં પકડાઈ તો મુદો વિધાનસભામાં ગુંજશે

મોરબીના રંગપર ગામ નજીક આવેલ બંધ કારખાનામાં પાતરા અને એંગલ ઉતારવા માટેની કામગીરી ચાલી રહી હતી ત્યારે કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા શ્રમિક યુવાનનું મોત નીપજયું હતું જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનેદાર સહિત પાંચ શખ્સો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. તેવામાં ગઇકાલે કોળી સમાજના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આવેલ હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે પોલીસને સૂચના આપી હતી અને આ મુદો વિધાનસભામાં ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

મોરબી તાલુકાનાં રંગપર ગામ પાસે ગત તા. 11 ફેબ્રુઆરીના રોજ બંધ પડેલા લુકાસો સિરામિકમાં રાત્રિના સમયે પાતરા અને એંગલ ઉતારવા માટેનું કામ કરવામાં આવી રહયું હતું અને જોખમી કામ કરતાં હતા તો પણ સેફ્ટીના કોઈ સાધનો રાખવામા આવેલ ન હતા યુવાન કેંચી (એંગલ) કટિંગનું કામ કરાવતી વખતે 25 ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પડ્યો હતો જેથી વિક્રમભાઈ પાટડિયા (35) નામના યુવાનનું મોત નીપજયું હતું અને આ યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારે રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી જેથી કરીને તા 14 ના રોજ કારખાનેદાર અંબારામભાઈ રંગપરિયા અને જીતેન્દ્રભાઈ રંગપરિયા તેમજ કામ રાખનાર જયદીપ પટેલ, હિરેન પટેલ અને ગોપાલભાઈ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના સાળાએ ફરિયાદ નોંધાવેલ છે તેવામાં ગઇકાલે મોડી રાતે ધારાસભ્ય વિમલ ચુડાસમા મૃતક યુવાનના પરિવારજનોની મુલાકાતે આવ્યા હતા અને તેઓને સાંત્વના આપી હતી. અને ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એસ.કે.ચારેલને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા અને આ ગુનામાં આરોપીઓને વહેલી તકે પકડવામાં નહીં આવે તો પ્રશ્ન વિધાનસભામાં તેઓ દ્વારા ઉઠાવવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી હતી અને તેમજ આ બનાવમાં પેનલ પીએમ અને મોતનું સાચું કારણ સ્પષ્ટ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.






Latest News