વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા: ડબલ રૂપીયાનો દંડ


SHARE













મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા: ડબલ રૂપીયાનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા 4,00,000 ના ડબલ રૂપીયા 8,00,000 ફરીયાદની તારીખથી વાર્ષીક 9 ટકા વ્યાજ સાથે વળતર તરીકે ફરિયાદીને ચૂકવવા માટે કોર્ટે આદેશ કરેલ છે.

કેસની વિગત એવી હતી કે, મોરબીના મકનસર ગામે રહેતા ફરીયાદી કમલેશ નટવરલાલ પટેલઆરોપી મેહુલકુમાર મનજીભાઈ બાવરવા (રહે. ગોકુળીયા, ચરાડવા હળવદ)ને ધંધાના રોકાણ માટે આરોપીને રૂપીયા 4,00,000 આપેલ હતા જો કે, આરોપીએ રૂપિયા પરત આપવા ચેક આપેલ હતો અને તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસ નંબર- 4584/2023 થી ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ કરી હતી જે મોરબીની ચોથા એડી.ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો.

જે કેસ ચાલીમાં ફરીયાદીના મોરબીના સીનીયર એડવોકેટ ગૌતમ ડી. વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કાયદાની જોગવાઇઓના આધારે કોર્ટે આરોપી મેહુલકુમાર મનજીભાઇ બાવરવાને તકસીરવાન ઠરાવીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા 4,00,000 ના ડબલ રૂપીયા 8,00,000 ફરીયાદની તારીખથી વાર્ષીક 9 ટકા વ્યાજ સાથે ફરીયાદીને વળતર ચૂકવવા હુકમ ફરમાવેલ છે. અને આરોપી કોર્ટમાં હાજર રહેલ ન હોય તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવેલ છે. અને ચેક રીટર્નના કેસમાં આરોપી મુદતે હાજર રહેતા ન હોય અને ફરીયાદીની ઉલટ તપાસના કામે ગેરહાજર રહી કેસ લંબાવતા હોય તેવા આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો આપેલ છે.






Latest News