ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી


SHARE













મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સહમતિથી મોરબી જિલ્લો ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા મોરબી જિલ્લા ભાજપ સંગઠનના નવા હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓની નિમણૂક જાહેર કરવામાં આવી છે.

આ નવી ટીમ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવું, કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવો તથા આગામી રાજકીય પડકારો માટે સુવ્યવસ્થિત આયોજન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.  જિલ્લા સ્તરે સંગઠનાત્મક કામગીરીને ગતિ આપવા માટે અલગ-અલગ મોરચાઓમાં અનુભવી તેમજ સક્રિય કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

 

જેમાં મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ જાહેર કરવામાં આવેલ છે તેમ મહામંત્રી પદે નિર્મલભાઈ સામતભાઈ જારીયા, તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે અને ચતુરભાઈ ભોપાભાઈ મકવાણાની વરણી કરાયેલ છે.

જયારે ઉપપ્રમુખ પદે અરવિંદભાઈ વિરજીભાઈ વાંસદડીયા, યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા, નિર્મળાબેન ડાયાલાલ હડિયલ, અશોકભાઈ નગીનભાઈ પ્રજાપતિ, ચેતનગીરી સુરેશગીરી ગોસ્વામી, કાજલબેન કિશોરભાઈ ચંડીભમર, રસિકભાઈ પ્રેમજીભાઈ વોરા અને મહેશભાઈ લવજીભાઈ લીખિયાનો સમાવેશ કરેલ છે.

તો મંત્રી પદે જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ, પીનાબેન બિપીનભાઈ પરીખ, દેવીકાબેન જયેશભાઈ ભંખોડીયા, પ્રહલાદભાઈ લાલજીભાઈ દલવાડી, ગૌરીબેન ભૂપતભાઈ કુકવા, કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા,  રંજનબેન અરજણભાઈ હુંબલ, હર્ષિદાબેન વિરલભાઈ અગ્રાવતનો સમાવેશ કરેલ છે જેથી તમામ હોદ્દેદારોને ચોમેરથી આવકારવામાં આવેલ છે.






Latest News