મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડેથી માઠા પ્રસંગમાં જઇ રહેલા બે કૌટુંબિક ભાઈના સ્કૂટર અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત: એકને માથામાં હેમરેજ


SHARE











મોરબીના બાયપાસ રોડેથી માઠા પ્રસંગમાં જઇ રહેલા બે કૌટુંબિક ભાઈના સ્કૂટર અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત: એકને માથામાં હેમરેજ

રાજકોટ મોરબી બાયપાસ રોડ ઉપર આવેલ હોટલ સામેથી ડબલ સવારી સ્કૂટર પસાર થઈ રહ્યું હતું ત્યારે અજાણીકારના ચાલકે તે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બે યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા મૌલિકભાઈ કાંતિલાલ વીરપરિયા (25)એ અજાણી કારના ચાલક સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ મોરબી બાયપાસ રોડ ઉપર આવેલ રિવર હોટલની સામેથી તે તથા તેનો કૌટુંબિક ભાઈ કુલદીપભાઈ પ્રવીણભાઈ વીરપરિયા બંને સ્કૂટર નંબર જીજે 36 એએમ 4193 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓના સ્કૂટરને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થયેલ છે જ્યારે કુલદીપભાઈને ચહેરાના ભાગે તથા માથામાં હેમરેજ જેવી ઈજા થઈ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી હાલમાં ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ફરિયાદી પાસેથી મળતી માહિતી મુજબ તે અને તેના કૌટુંબિક ભાઈ કુલદીપભાઈ બંને તેઓના પરિવારમાં વડીલનું અવસાન થયું હોય ત્યાં માઠા પ્રસંગમાં હાજરી આપવા માટે થઈને જતા હતા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બંને યુવાનોને ઇજા થયેલ છે

અકસ્માતમાં ઇજા
હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા નિયામતબેન અવેશભાઈ સોઢા (36) અને અવેશભાઈ સોઢા (30) નામના બંને વ્યક્તિઓ આમરણ બેલા ગામ વચ્ચેથી બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા દરમિયાન કોઈ કારણોસર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બંને વ્યક્તિઓને ઈજા થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા રેસીડેન્સી ખાતે રહેતા વશરામભાઈ ભુરાભાઈ (42) નામનો યુવાન લાલપર ગામ નજીક કેનાલ પાસે આવેલ સોનેટ સીરામીક નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કન્ટેનરના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા

બે બાળકી સારવારમાં
મોરબીના રવાપર ગામે રહેતા પરિવારની રજીનાબેન વિનોદભાઈ માવી (ઉમર ૦૫) તથા રવિનાબેન વિનોદભાઈ માવી (ઉમર ૦૭) નામની બે બાળકીઓને રવાપર ગામે હનુમાન મંદિર પાસે અજાણ્યા એકટીવાના ચાલકે હડફેટે લેતા બાળકીઓને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીની પીપળીયા ચોકડી પાસે મેટ્રો કંપની નજીક રહીને મજૂરી કામ કરતા રણજીતભાઈ છોટેલાલ યાદવ નામના ૩૦ વર્ષના યુવાનને મોરબીની પીપળીયા ચોકડી નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચેલ હોય તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News