મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા


SHARE













ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા

ટંકારાના હમિરપર ગામના પાટિયા પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં 4 લોકોને ઈજા થઈ હતું.જેથી તેને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત થયા હતો તે સ્થળ ઉપરથી દારૂની ભરેલ બોટલ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે અનેના બનાવની ટંકારા પોલીસ જાણ કરવામાં આવી છે.

ટંકારા તાલુકાના હમીરપર ગામ નજીક પંચ કાર નંબર જીજે 10 ડીઆર 0611 મીતાણા થી નેકનામ તરફ જઈ રહી હતી તો નેકનામથી મિતાણા તરફ આવી રહેલી વેગનર કાર જીજે 10 ડીઇ 2735 આવી રહી હતી જે બંને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જે બનાવમાં બંને કારમાં નુકશાની થયેલ છે. અને અકસ્માતના આ બનાવમાં બંને કારમાં મળીને કુલ ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે 108 મારફતે પ્રથમ પડધરી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે જે જગ્યાએ અકસ્માત થયો હતો તે સ્થળ ઉપરથી દારૂ ભરેલી બોટલ મળી આવી હતી જેથી અનેક સવાલો ઊભા થયા છે જોકે કઈ કારમાંથી દારૂની ભરેલી બોટલ મળી હતી તે બાબતે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News