મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી


SHARE













તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી

માળિયા (મી.)ના રોહિશાળા ગામે ગુરુવારની રાતે તસ્કરો દ્વારા નાઈટ પેટ્રોલીંગ કરવામા આવ્યું હોય તેવી રીતે એક જ રાતમાં એકસાથે 3 મકાન, 2 મંદિર, 1 દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી કરવામાં આવી છે જેથી કરીને ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

હાલમાં રોહિશાળા ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ ગામમાં ચોરી કરવા માટે આવેલ શખ્સોએ પહેલા ગ્રામ પંચાયત કચેરીએ જઈને ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ છે કે નહીં તે ચેક કર્યું હતું કેમ કે, લોકોની  સલામતી માટે ગામમાં અંદાજે 12 જેટલા સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલ છે અને આ ડીવીઆર છેલ્લા એક મહિનાથી રિપેરિંગ માટે દેવામાં આવ્યું છે જેથી કરીને કેમેરા બંધ હતા ત્યાર બાદ તસ્કરોએ ગામમાં જુદીજુદી જગ્યાએ ચોરીની ઘટનાને અંજામે આપેલ છે. આ ગામમાં આવેલ કબીર આશ્રમમાંથી દાનપેટી તોડી અંદાજે 20 ૨૦ હજાર જેટલી રોકડ તેમજ ઘીની ચોરી કરી ગયેલ છે. તો રામજી મંદિરમાંથી 3 ચાંદીના છતર અને પૂજારી હરિકૃષ્ણ ટીલાવતના ઘરના તાળા તોડીને રોકડ રકમ તેમજ ચાંદીના ઘરેણાંની ચોરી કરી છે. તેમજ વલ્લભભાઈ વિઠલભાઈ કાલરીયાની દુકાનમાંથી તેલની બોટલો, ચા, માવા વિગેરે સમાનની ચોરી કરેલ છે. આમ એક જ રાતમાં અનેક જગ્યાએ ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે અને હોળીનો તહેવાર નજીક આવતાની સાથે જ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ શરૂ થઈ ગયું છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News