મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે રમતી અઢી વર્ષની માસૂમ બાળકીને કાર ચાલકે કચડી નાખતા મોત


SHARE































મોરબીમાં ઘર પાસે રમતી અઢી વર્ષની માસૂમ બાળકીને કાર ચાલકે કચડી નાખતા મોત

મોરબીના આલાપ રોડ ઉપર પટેલનગર પાસે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનની અઢી વર્ષની દીકરી તેઓના ઘર પાસે રમતી હતી દરમ્યાન કાર ચાલકે તેને હડફેટે લીધી હતી અને તેના શરીર ઉપરથી કારના બંને ટાયર ફેરવી દીધા હતા જેથી બાળકીને પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તે માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતાએ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં આવેલ આલાપ રોડ ઉપર પટેલનગર પાસે સિલ્વર એપાર્ટમેન્ટમાં રહેતા વાસુદેવભાઈ નરભેરામભાઇ વડસોલા (42)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિરવભાઈ મહાદેવભાઇ ભોરણીયા રહે. જુના દેવળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના ઘર પાસે તેમની અઢી વર્ષની દીકરી ધનશ્રી વાસુદેવભાઈ વડસોલા તેઓના ઘર નજીક શેરી પાસે રમતી હતી દરમિયાન કાર નંબર જીજે 36 એજે 9315 લઈને આરોપી નિરવભાઈ ભોરણીયા ત્યાંથી નીકળ્યા હતા અને ફરિયાદીની દીકરીને હડફેટે લીધી હતી અને ત્યારબાદ તેના શરીર ઉપરથી કારના બંને ટાયર ફેરવી દીધા હતા જેથી બાળકીને છાતી અને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News