મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને આજીવન કેદ: 5 આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા


SHARE





વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને આજીવન કેદ: 5 આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા

મોરબી જિલ્લાની સ્પે. પોક્સો કોર્ટમાં વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો કેસ ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલ છે અને અન્ય 6 આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી છે.
કેસની મળતી માહિતી મુજબ ગત તા. 11/11/16 ના રોજ વાંકાનેર તાલુકા વિસ્તરમાંથી રાત્રીના અઢી વાગ્યાના અરસામાં સગીરાનું નરેશ ઉર્ફે મહેશ જયંતીભાઈ સોલંકી નામના શખ્સે લગ્નની લાલચ આપીને છકડો રીક્ષા જીજે 11 ઝેડ 8483 માં અપહરણ કર્યું હતું અને સગીરને વાડીએ લઈ જઈને ત્યાં ગોંધી રાખી હતી અને ત્યાં તેની સાથે આરોપી નરેશ ઉર્ફે મહેશ સોલંકીએ દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને સગીરાને ગર્ભ રહી ગયો હતો અને અન્ય આરોપીઓએ સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ કેસ મોરબી જીલ્લામાં આવેલ સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ એન.ડી.કારિયાએ રજૂ કરેલા આધાર પુરાવાઓ તેમજ કરેલી દલીલને આધારે કોર્ટે સાત આરોપીઓને કસુરવાન ઠેરવ્યા છે અને આ કેસ ચાલ્યો તે દરમ્યાન આરોપી ચતુરભાઈ મેરૂભાઈ સોલંકી નામના આરોપીનું મોત થયું હતું જેથી કેસ એબેટ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે

હાલમાં કોર્ટે આરોપી નરેશ ઉર્ફે મહેશ જયંતીભાઈ સોલંકીને આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ કર્યો છે જયારે આરોપી હરેશ જયંતીભાઈ સોલંકી, જયંતીભાઈ મેરૂભાઈ સોલંકી, દેવકરણભાઈ મસાભાઈ સોલંકી, અવચરભાઈ રણછોડભાઈ સોલંકી, ચનાભાઈ રણછોડભાઈ સોલંકી અને કિશોર જગદીશ સોલંકી રહે. બધા કોટડા નાયાણી તાલુકો વાંકાનેર વાળાને 5 વર્ષની સખત કેદની સજા અને જુદીજુદી કલમ હેઠળ 10 હજારનો દંડ કર્યો છે. અને વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને 4 લાખ અને આરોપીઓ દંડની રકમ ભારે તો તે 95 હજાર સહિત કુલ મળીને 4.95 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ કરેલ છે.




Latest News