મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં 75,432 વીજ ગ્રાહકો પાસેથી બિલની વસૂલાત કરવા માટે કાલથી પીજીવીસીએલની મેગા ડ્રાઈવ


SHARE













મોરબી જીલ્લામાં 75,432 વીજ ગ્રાહકો પાસેથી બિલની વસૂલાત કરવા માટે કાલથી પીજીવીસીએલની મેગા ડ્રાઈવ

મોરબી જીલ્લામાં ઘણા વીજ ગ્રાહકો દ્વારા સમયસર વીજ બિલ ભરવામાં આવતા નથી જેથી કરીને આવા ગ્રાહકો પાસેથી બાકી બિલની રકમ વસૂલ કરવા માટે પીજીવીસીએલ દ્વારા કાલથી મોરબી જીલ્લામાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લામાં વીજ બીલ નહિ ભરનાર 75,432 ગ્રાહકોના કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અને તેના માટે 210 ટીમો મેદાનમાં ઉતારવામાં આવશે.

મોરબી જીલ્લામાં વીજ કંપનીના બાકી બિલોની રકવરી કરવા માટે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપતા પીજીવીસીએલના અધિક્ષક ડી.આર.ઘાડિયાએ પત્રકાર પરિષદ યોજી હતી અને માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી સર્કલમાં કુલ 3.90 લો ટેન્શન અને 2276 હાઈ ટેન્શન ગ્રાહકો છે જેમાંથી અંદાજે 75,432 ગ્રાહકો એવા છે કે જેનું 1000 થી વધુનું બિલ ભરવામાં આવ્યું નથી જેથી કરીને પીજીવીસીએલના 38 કરોડથી વધુ રૂપિયાની વસૂલાત બાકી છે. આ રકમની વસૂલાત કરવા માટે કાલે તા 25 થી મોરબી સર્કલ હેઠળના તમામ સબ ડીવીઝનોમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને વીજ કંપનીના અધિકારી સહિતની કુલ મળીને 210 ટીમો  બિલની વસૂલાતની કામગીરી કરવા માટે મેદાનમાં ઉતરશે. અને બાકી બિલની રિકવરી માટે વીજ ગ્રાહકોના વીજ કનેક્શન કટ કરવા સુધીના એક્શન લેવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યુ છે. હાલમાં જે બિલની રિકવરી કરવાની છે તેમાં 75,432 એલટી ગ્રાહકો પાસેથી 38 કરોડહળવદ નગરપાલિકા પાસેથી 8.16 કરોડ, માળિયા નગરપાલિકા પાસેથી 92 લાખ અને ટંકારા નગરપાલિકા પાસેથી 22 લાખનું માંગણું વસૂલ કરવાનું છે.






Latest News