મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-વ્યાજ સહિત ડબલ રકમ ચૂકવવા આદેશ


SHARE





મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-વ્યાજ સહિત ડબલ રકમ ચૂકવવા આદેશ

મોરબીના એડી ચીફ જયુ. મેજી. સાહેબની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા અને ચેકની રકમની ડબલ રકમનું વળતર ચુકવવા માટેનો હુકમ કરવામાં આવેલ છે. 

આ કેસની પ્રાપ્ત વિગતો એવી છે કે, ફરીયાદી SGS GRANITO LLP મોરબીની કંપની ટાઈલ્સ વેચાણ કરવાનો ધંધો કરે છે અને અને તેમની પાસેથી આરોપી સંગ્રામ સીંગ તે શ્રી યમુના ટાઈસના પ્રોપરાઈટર રહે. બક્ષર રાજય બિહાર વાળાએ ઉધારથી ટાઈલ્સની ખરીદી કરી હતી અને તે રકમ ચુકવણી કરવા પેટે આરોપીએ ફરીયાદીને રૂપીયા ૧૦,૯૮,૦૯૦ નો તા. ૧૧/૦૧/૨૦૨૪ નો સહી કરીને ચેક આપેલ હતો જે ચેક ફરીયાદીબેંકમાં જમાં કરાવતા તે ચેક ફંડ ઈનસફીસીયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો જેથી ફરીયાદીએ ચેક રીર્ટનની લીગલ નોટીસ વકીલ બળદેવ કાચરોલા મારફત રજી. એડી.થી મોકલેલ હતી જે આરોપીને નોટીસ મળી ગયેલ તેમ છતાં આરોપીચેક મુજબની રકમ ભરપાઈ કરેલ ન હતી.

જેથી ફરીયાદી દ્વારા આરોપી વિરૂધ્ધ ભારતીય વટાઉખત અધિનીયમ ની કલમ-૧૩૮ મુજબ કાર્યવાહી અર્થે તેમના વકીલ બળદેવ કાચરોલા મારફત મોરબી નામદાર કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતો અને આ કેસ મોરબીના મહે. એડી. ચીફ જયુ.મેજી. સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ફરીયાદ પક્ષે રોકાયેલા મોરબીના એડવોકેટ બળદેવ પી. કાચરોલાએ કરેલી દલીલો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી યમુના ટાઇસના પ્રોપરાઈટર સંગ્રામ સીંગને ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠેરાવ્યો હતી અને આરોપીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે તેમજ ચેકની રકમ ૧૦,૯૮,૦૯૦ ની ડબલ રકમ ૨૧,૯૬,૧૮૦ ફરીયાદની તારીખથી વાર્ષીક ૯ ટકાના વ્યાજે વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ છે. અને આરોપી વળતર ભરવામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરીયાદી પક્ષના વકીલ બળદેવ પી. કાચરોલા હતા.




Latest News