મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપીને પોલીસને જાણ ન કરનારા બે મકાન માલિક સામે કાર્યવાહી


SHARE































મોરબીમાં પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપીને પોલીસને જાણ ન કરનારા બે મકાન માલિક સામે કાર્યવાહી

મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં પરપ્રાંતીય લોકોને મકાન ભાડે આપવામાં આવ્યા હતા જેથી હાલમાં બે મકાન માલિક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગના જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લામાં પરપ્રાંતિય લોકો રોજગારી માટે થઈને આવતા હોય છે જે પૈકીના કેટલાક ગુનાહિત માનસિક ધરાવતા હોવાના કારણે સમયાંતરે ગુનાઓને અંજામ આપીને અહીંથી નાસી જતા હોય છે જેથી મોરબીમાં પરપ્રાંતિય લોકોને મકાન, દુકાન વગેરે ભાડે આપવામાં આવે તો તે અંગેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવાની હોય છે જોકે ઘણા લોકો મકાન દુકાન ભાડે આપ્યા બાદ તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરતા નથી જેથી કરીને આવા બેદરકાર આસામીઓ સામે જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવતા હોય છે તેવામાં એસઓજીની ટીમ દ્વારા મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ કબીર ટેકરી વિસ્તારમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે શંકરભાઈ પરષોત્તમભાઈ કગથરા (42)એ સેજાદ રણમલભાઈ મુસાણી (22) રહે. મકરાણી વાસ વાળાએ પણ કબીર ટેકરી વિસ્તારમાં આવેલા તેઓના મકાનને ભાડે આપેલ હતા અને તેની માહિતી પોલીસને આપી ન હતી તેમજ મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરવામાં આવી ન હતી જેથી બંને આસામીઓની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Latest News