મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને ઘર પાસે પાર્ક કરેલ બાઇક-સ્કૂટરને તેના જ બે મિત્રો સહિત 3 શખ્સોએ સળગાવી દીધા !: કારણ અકબંધ


SHARE





મોરબીમાં યુવાને ઘર પાસે પાર્ક કરેલ બાઇક-સ્કૂટરને તેના જ બે મિત્રો સહિત 3 શખ્સોએ સળગાવી દીધા !: કારણ અકબંધ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાસેના ભાગમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલ સ્કૂટર અને બાઈકમાં આગ લગાવવામાં આવી હતી જેથી કરીને બંને વાહન બળીને ખાખ થઈ ગયા હતા જેથી આ બનાવ સંદર્ભે હાલમાં વાહન માલિક દ્વારા ત્રણ શખ્સોની સામે બંને વાહન ઉપર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દેવાના લીધે 1.10 લાખ રૂપિયાની કિંમતનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ મોહનભાઈ થરેસા (45)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિકુંજભાઈ જાની રહે. શિવરાજપુર જસદણ, ડોડીયા સુજલ રહે. જસદણ અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. 11/2 ના રોજ વહેલી સવારે 03:45 વાગ્યાના અરસામાં તેઓના ઘર પાસે તેનું એકટીવા નંબર જીજે 36 એઇ 6444 તથા બાઈક નંબર જીજે 36 ક્યૂ 2237 પાર્ક કરીને મૂક્યા હતા ત્યાં આરોપીઓએ કોઈ કારણોસર પેટ્રોલ છાંટીને બંને વાહનોને સળગાવી દીધા હતા જેથી કરીને કુલ મળીને 1.10 લાખ રૂપિયાની કિંમતનું નુકસાન થયું હોવાથી યુવાને હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ભોગ બનેલા યુવાનન ઘર પાસેથી પાણીની ખાલી બોટલ મળી આવી હતી જેમાંથી પેટ્રોલ જેવી વાસ આવતી હતી જેથી કરીને ઘરની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા તેમાં બુલેટ નંબર જીજે 27 સીએસ 4197 જોવા મળ્યું હતું જે બુલેટ આરોપી નિકુંજભાઈ જાનીનું હોવાનું સામે આવ્યું હતું અને તે વાહન ઉપર ત્રણ શખ્સો બેઠેલા હતા જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ મુજબ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. આ બનાવ વિષે ફરિયાદી સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, નિકુંજભાઈ જાની અને ડોડીયા સુજલ બંને તેના મિત્ર છે જો કે, તેના ઘર પાસે આવીને રાત્રિના સમયે વાહનોમાં આગ શા માટે લગાવી તે હજુ સુધી તેઓને પણ સમજાતું નથી.




Latest News