મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને એક શખ્સે માથામાં પથ્થરનો ઘા ઝીકયો: સીસીટીવી વિડીયો થયો વાયરલ


SHARE







મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને એક શખ્સે માથામાં પથ્થરનો ઘા ઝીકયો: સીસીટીવી વિડીયો થયો વાયરલ

મોરબીના યોગીનગર વિસ્તારમાં યુવાન પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે તે યુવાનને એક શખ્સ દ્વારા માથાના ભાગે પથ્થરનો ઘા મારવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રતિભાઈ અગેચાણીયા (25) નામનો યુવાન પોતાના ઘર પાસે ખુરશી રાખીને બેઠો હતો ત્યારે ત્યાં લારી પાસે ઉભેલા શખ્સો પૈકીના એક શખ્સ દ્વારા પોતાના હાથમાં જમીન ઉપર પડેલ પથ્થર ઉપાડીને ભાવેશભાઇને માથાના ભાગે પથ્થર માર્યો હતો જેથી ભાવેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે યુવાનને ક્યાં કરણસર પથ્થર મારવામાં આવ્યો તે અંગેની વિગત હજુ સુધી સામે આવી શકી નથી.

અત્રે ઉલ્લેખની છે કે, થોડા દિવસો પહેલા મોરબીના સનાળા રોડ ઉપર નજીવી વાતમાં યુવાનને છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને આ બનાવમાં બે સગીરને હસ્તગત કરીને પોલીસે કાર્યવાહી કરેલ છે તેવામાં પોતાના ઘર પાસે ખુરશી ઉપર બેઠેલા યુવાનને પથ્થરનો ઘા મરવામાં આવેલ છે તેનો વિડીયો સામે આવ્યો છે તે જોતાં મોરબીમાં દિવસે અને દિવસે ગંભીર ગુનાઓનું પ્રમાણ મોરબીમાં વધતું હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે.






Latest News