મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને માથામાં પથ્થર મરનારા શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE































મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને માથામાં પથ્થર મરનારા શખ્સની સામે ગુનો નોંધાયો

મોરબીના યોગીનગર વિસ્તારમાં યુવાનને તેના જ ઘર પાસે બેઠો હતો ત્યારે તે શખ્સે માથાના ભાગે પથ્થરનો ઘા માર્યો હતો જે બાનવનો સીસીટીવી કેમેરાનો વિડીયો પણ વાયરલ થયો હતો આ બનાવમાં ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રતિભાઈ અગેચાણીયા નામનો યુવાન સોમવારે રાતે સાડા આઠ વાગ્યે પોતાના ઘર પાસે ખુરશી રાખીને બેઠો હતો ત્યારે ત્યાં લારી પાસે ઉભેલા અનિલ કોળી નામના શખ્સ દ્વારા પોતાના હાથમાં જમીન ઉપર પડેલ પથ્થર ઉપાડીને ભાવેશભાઇને માથાના ભાગે પથ્થર માર્યો હતો જેથી ભાવેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ સંદર્ભે ભાવેશભાઈ રતિલાલભાઈ અગેચાણીયા (30)એ હાલમાં અનિલભાઈ સનુરા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સાત દિવસ પહેલા આરોપી સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને આરોપી અનિલભાઈએ ભાવેશભાઈને માથાના ભાગે પથ્થરનો ઘા માર્યો હતો જેથી ભાવેશભાઈને માથામાં ટાંકા આવ્યા હતા અને ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધરે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News