મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના મોડપર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના મોડપર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વાંકાનેરના યુવાનનું મોત

મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વાંકાનેરના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

વાંકાનેરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિકાસભાઈ મુનેશભાઈ દીક્ષિત (26) નામનો યુવાન મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા પાસેથી બાઇક લઈને જઇ રહ્યો હતો ત્યારે ત્યાં ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ જી.પી.મારૂણીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા સાગરભાઇ ઘોઘજીભાઈ મીરાણી (20) અને રાહુલ ઘોઘજીભાઈ મીરાણી (17) નામના બે વ્યક્તિઓ પાવળીયારી કેનાલ પાસે આવેલ ક્રિસ્ટોક કારખાના પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો તે બનાવમાં ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના શોભેસ્વર રોડ ઉપર રહેતા રમજાનભાઈ અસ્લમભાઈ જેડા (23) નામનો યુવાન બાઈક લઈને બેલા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News