મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના મોડપર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE































મોરબીના મોડપર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વાંકાનેરના યુવાનનું મોત

મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વાંકાનેરના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

વાંકાનેરમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિકાસભાઈ મુનેશભાઈ દીક્ષિત (26) નામનો યુવાન મોરબી તાલુકાના મોડપર ગામના પાટીયા પાસેથી બાઇક લઈને જઇ રહ્યો હતો ત્યારે ત્યાં ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ જી.પી.મારૂણીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા સાગરભાઇ ઘોઘજીભાઈ મીરાણી (20) અને રાહુલ ઘોઘજીભાઈ મીરાણી (17) નામના બે વ્યક્તિઓ પાવળીયારી કેનાલ પાસે આવેલ ક્રિસ્ટોક કારખાના પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો તે બનાવમાં ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના શોભેસ્વર રોડ ઉપર રહેતા રમજાનભાઈ અસ્લમભાઈ જેડા (23) નામનો યુવાન બાઈક લઈને બેલા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે












Latest News