મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને માથામાં પથ્થર મરનારા શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને માથામાં પથ્થર મરનારા શખ્સની સામે ગુનો નોંધાયો

મોરબીના યોગીનગર વિસ્તારમાં યુવાનને તેના જ ઘર પાસે બેઠો હતો ત્યારે તે શખ્સે માથાના ભાગે પથ્થરનો ઘા માર્યો હતો જે બાનવનો સીસીટીવી કેમેરાનો વિડીયો પણ વાયરલ થયો હતો આ બનાવમાં ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ રતિભાઈ અગેચાણીયા નામનો યુવાન સોમવારે રાતે સાડા આઠ વાગ્યે પોતાના ઘર પાસે ખુરશી રાખીને બેઠો હતો ત્યારે ત્યાં લારી પાસે ઉભેલા અનિલ કોળી નામના શખ્સ દ્વારા પોતાના હાથમાં જમીન ઉપર પડેલ પથ્થર ઉપાડીને ભાવેશભાઇને માથાના ભાગે પથ્થર માર્યો હતો જેથી ભાવેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ સંદર્ભે ભાવેશભાઈ રતિલાલભાઈ અગેચાણીયા (30)એ હાલમાં અનિલભાઈ સનુરા સામે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સાત દિવસ પહેલા આરોપી સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખારાખીને આરોપી અનિલભાઈભાવેશભાઈને માથાના ભાગે પથ્થરનો ઘા માર્યો હતો જેથી ભાવેશભાઈને માથામાં ટાંકા આવ્યા હતા અને ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધરે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે




Latest News