ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનું આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરીયાએ “કાઉ બેઝડ ગ્રીન ઈકોનોમી ઓફ ઇન્ડિયા” વિષે  માર્ગદર્શન આપ્યું


SHARE







પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનું આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરીયાએ “કાઉ બેઝડ ગ્રીન ઈકોનોમી ઓફ ઇન્ડિયા” વિષે  માર્ગદર્શન આપ્યું

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની બીઝનેસ વુમન કમિટી દ્વારા “કાઉ બેઝડ ગ્રીન ઈકોનોમી ઓફ ઇન્ડિયા” વિષય પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડો. વલ્લભભાઈ કથીરિયા, ભૂતપૂર્વ અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકાર અને ડૉ. ફાલ્ગુની એસ. ઠાકર, નિયામક, પશુપાલન, ગુજરાત દ્વારા હાજરી આપી હતી.
ડૉ.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે ગાયોના સંવર્ધનમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ સાંઢો તૈયાર કરવા. સેકસ્ડ સીમેન ટેકનોલોજી વીકસાવવી, સીમેન લેબોરેટરી સ્થાપવા જેવા વિવિધ ઉદ્યોગોમાં સરકારની મદદથી PPP  મોડલ પર વ્યવસાય શરૂ કરવાની ઉત્તમ તકો છે.


ભારતીય દેશી ગાયોના A-2  દૂધ અને તેના વેલ્યુ એડીશન સાથે બટર, ઘી  અને છાશ તેમજ મેડીસીનલ ઘી માટે ખૂબ જ આંતરરાષ્ટ્રીય બજાર ઊભુ થયું છે.
ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઓર્ગેનિક ફાર્મીંગ માટે બાયોપેસ્ટીસાઈડ અને બાયોફર્ટીલાઇઝર તેમજ અનેક પ્રકારની દવાઓ. વાતાવરણ શુધ્ધિ માટેના રિપેલન્ટ અને સેનીટાઇઝર્સ  તથા અનેકવિધ ગ્રુહ ઉપયોગી ગોબર ઉત્પાદો દ્વારા મહિલા અને યુવાનો માટે રોજગાર સાથે એન્ટરપ્રિન્યોરશીપ  ની તકો ઊભી થઇ છે.  ગૃહ ઉદ્યોગ, મધ્યમ કક્ષાના અને વિશાળ પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા વાળા પ્લાન્ટ માટે સરકારી વિવિધ યોજનાઓ અમલમાં છે. કાઉડંગ (ગોબર) માંથી ગોબર પેઇન્ટ,કલર, બ્રીક્સ, ટાઇલ્સ, પેપર અને સ્મશાન માટે લાકડાની અવેજીમાં ગોબર લકડી માટે વિશાળ માર્કેટ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે.
ગોબર ગૌમૂત્રમાંથી બાયોફ્યુલ જેવા કે બાયોગેસ, સી.એન.જી, CO2 ઉત્પાદન કરી ફેક્ટરીઓને સપ્લાય કરી શકાય. સરકારની બાયબેકની યોજના પણ અમલમાં છે.
એ જ રીતે કાઉ હોસ્ટેલ, એન.જી.ઓ અથવા સરકારી ધોરણે મોટા પ્રમાણમાં શરૂ કરી ઘેર ઘેર ગાયના કન્સેપ્ટને વિસ્તારી પ્રોફેશનલ સર્વિસીઝ દ્વારા કમાણી કરી શકાય છે.
ગૌ આધારિત ઉદ્યોગો માટે મોટા પાયે જરૂરી મશીનરી મેન્યુફેક્ચરીંગ માટે ખૂબ જ તકો રહેલી છે.ડો. વલ્લભભાઇ કથીરિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગૌશાળા - પાંજરાપોળ માં ઉપલબ્ધ ગૌ વંશના ગૌ મૂત્ર- ગોબર રો મટીરીયલ તરીકે સહેલાઇથી ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ ઉપરોક્ત ઉદ્યોગો માટે કરવાથી સ્વચ્છ ભારતના પ્રધાનમંત્રી ના વિઝન ને પુષ્ટિ મળશે. ગૌશાળાઓ આત્મનિર્ભર બનશે, યુવા અને મહિલાઓને રોજગારી મળશે. ડિજિટલ માર્કેટિંગ અને આઉટલેટ દ્વારા માર્કેટિંગ ઉપલબ્ધ કરાવી. એક્સપોર્ટ - ઈમ્પોર્ટ કરી કમાણી કરી શકાય છે. આવા અનેકવિધ નવા નવા ઉદ્યોગો માટે વિશાળ તકો ગૌ આધારિત અર્થતંત્રને મજબૂત કરવામાં સહાનુભૂત થાય તેમ છે. સરકાર અને સમાજ સાથે જોડાઈને “ ગૌ રક્ષા”ને વિસ્તૃત અર્થમાં સાકાર કરવા સાથે ભારત વર્ષને સમૃદ્ધ અને ધનવાન બનાવી શકાય તેમ છે.
ગુજરાત સરકારના પશુપાલન વિભાગના નિયામક ડો. ફાલ્ગુની એસ. ઠાકરે, તેમના વક્તવ્યમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. અને સરકાર ખેડૂત પરિવારોની આવક બમણી થાય તે માટે તત્પર છે. તેમ જણાવ્યું હતું.


પ્રારંભમાં જીસીસીઆઈના પ્રમુખ શ્રી હેમંત શાહે તેમના વક્તવ્યમાં આદરણીય મહેમાનો અને શ્રોતાઓનું સ્વાગત કર્યું અને ભારત અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ખેતી- પશુપાલક ઉદ્યોગનો વિકાસ થાય તેવી આશા રાખીએ છીએ, અને તેમાં ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરી આગળ વધી શકાય તે માટે રજૂઆત કટી હતી.શ્રીમતી. કુસુમ કૌલ વ્યાસ, ચેરપર્સન, બિઝનેસ વુમન કમિટિ, તમામ સહભાગીઓને કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.સુશ્રી. રૂનલ પટેલ, કો-ચેરમેન, બિઝનેસ વુમન કમિટીએ આભારવિધિ  કરીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રેસ અને મીડિયાના સભ્યો પણ હાજર રહ્યા હતા.






Latest News