મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હવામાન પરિવર્તનની અસરો સામે લોક આરોગ્યના રક્ષણ માટે ‘NPCCHH’ અંતર્ગત ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઈ


SHARE













મોરબી જીલ્લામાં હવામાન પરિવર્તનની અસરો સામે લોક આરોગ્યના રક્ષણ માટે ‘NPCCHH’ અંતર્ગત ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઈ

હવામાનમાં આવી રહેલા વૈશ્વિક બદલાવ અને તેની માનવ સ્વાસ્થ્ય પર થતી અસરોને ધ્યાને રાખીને, મોરબી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ’ (NPCCHH) અંતર્ગત ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્લાઈમેટ ચેન્જ સામે આરોગ્યલક્ષી પૂર્વ તૈયારીઓ અને રક્ષણાત્મક પગલાંઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

લોક-આરોગ્યને સુદ્રઢ બનાવવા માટે બેઠકમાં પાંચ મુખ્ય ઉદ્દેશ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં જનજાગૃતિ માટે IEC કેમ્પેઈન, આરોગ્ય કર્મીઓનું ક્ષમતા વર્ધન, વહેલી ચેતવણી સિસ્ટમ (EWARS) મજબૂત કરવી, વિવિધ વિભાગો વચ્ચે આંતર-સંકલન સાધવું અને ICMR સાથે મળીને ક્લાઈમેટ સેન્સિટિવ રોગો પર દેખરેખ રાખવાનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વધતા તાપમાન અને પર્યાવરણીય ફેરફારોની માનવ શરીર પર પડતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી આગામી ઉનાળાને ધ્યાને રાખી હીટ વેવથી બચવા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર 'ORS કોર્નર' કાર્યરત રાખવા અને જરૂરિયાતમંદ વસ્તીને ORS પેકેટનું વિતરણ કરવા સૂચનાઓ આપી હતી.

આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે વિવિધ રોગચાળાને નિવારવા દાવાના સ્ટોકની સુનિશ્ચિતતા, પીવાના પાણીના સ્ત્રોતોમાં નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન, ખોરાકની ગુણવત્તા જળવાય તે માટે ફૂડ ઇન્સ્પેક્શન ટીમની સક્રિયતા અને વાતાવરણમાં પ્રદૂષણ રોકવા ઉદ્યોગોમાં નિયમોના કડક પાલન અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વધુમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'ગ્રીન અને ક્લાઈમેટ રિઝિલિયન્ટ' જિલ્લાના નિર્માણ માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. બેઠક દરમિયાન મોરબી GPCB દ્વારા મોરબીની હવાની ગુણવત્તા અંગે આંકડાકીય માહિતી રજૂ કરતા જણાવાયું હતું કે, ઔદ્યોગિક હબ હોવા છતાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રદૂષણ નિયંત્રણના સચોટ પગલાંને પરિણામે PM 2.5 ના સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો છે અને હાલ મોરબીની હવા 'સંતોષકારક થી મધ્યમ' શ્રેણીમાં છે તેવું GPCB અને CPCB ના માપદંડો દર્શાવે છે.






Latest News