મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ બહેનોની ૧૧ દીકરીઓનો દશમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન


SHARE













મોરબીમાં ગંગા સ્વરૂપ બહેનોની ૧૧ દીકરીઓનો દશમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

મોરબી ગંગા સ્વરૂપ સહાય સમિતિ, ચિત્રા હનુમાનજી ધુન મંડળ, લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને મોરબીની પી.જી પટેલ કોલેજ આયોજીત ગંગા સ્વરૂપ બહેનોની ૧૧ દીકરીઓનો દશમો સમૂહ લગ્નોત્સવ રણછોડનગર સોસાયટી કષ્ટભંજન હનુમાનજી સાંઈ મંદિર નવલખી રોડ મોરબી ખાતે સંપન્ન થયો હતો.

આ સમૂહ લગ્નોત્સવ ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, કારોબારી સમિતિના સભ્યો ચંદ્રકાંતભાઈ દફતરી, ત્રિભોવનભાઈ સી.ફુલતરિયા, બાલુભાઈ કડીવાર, રણછોડભાઈ કૈલા તેમજ મહંત બાબુભાઈના પ્રયત્ન અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. સામાન્ય પરિવાર અને જેમના આર્થિક સ્થિતિ નબળી હોય તેવી દીકરીઓને સમાજના દાતાઓની આર્થિક સહાયથી આશરે ૮૦ થી ૯૦ વસ્તુઓ કન્યાદાન સ્વરૂપે આપવામાં આવી હતી.

રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીના શિષ્યા અને વિખ્યાત કથાકાર ૧૦૦૮ રતનદેવીએ પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીઓને આશીર્વાદ આપતા કહ્યું હતું કે દીકરીઓ બંને ઘરની લક્ષ્મી છે અને દીકરા કુળદિપક છે. શારદાબેન આદ્રોજા તથા ટી.સી.ફુલતરિયાએ કહ્યું હતુ કે દીકરીઓ તો બંને ઘરનો તુલસી ક્યારો છે. પિતાની પરી અને સસરાના ઘરની લક્ષ્મી છે. દરેક દીકરીઓને એક દાતાએ ગીતાજીનુ પુસ્તક અને ચાંદીની પ્રતિકૃતિ આપી સનાતની ભાવના અને સંસ્કૃતિનુ સિંચન કર્યું હતુ.

આ સમૂહ લગ્નોત્સવમા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો મણીલાલ કાવર, જયેશભાઈ ઓરિયા તથા વિનુભાઈ ભટ્ટ તેમજ પાટીદાર વુમનસ કલબના કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા અને અનસ્ટોપેબલ ગૃપના બહેનોએ હાજરી આપી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. મહંત બાબુભાઈ અને તેમની સેવાકીય ટીમનો આયોજનમા મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પુર્વ પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરિયાએ કર્યું હતું.






Latest News