મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE













મોરબીમાં રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર શિવ હોલની સામેના ભાગમાંથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક આધેડના પાડોશીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સંજયભાઈ હિતેશભાઈ સીતાપરા (20)એ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 4683 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવ હોલ સામે ધવલ પાનની નજીકથી તેઓના પાડોશી મહેશભાઈ પ્રભુભાઈ સરડવા (57) રહે. બગથળા વાળા બાઈક નંબર જીજે 3 સીએચ 6657 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહેશભાઈને માથા અને મોઢામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News