મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબી અને ટંકારા વિસ્તારમાં દારૂની 4 રેડ: 33 બોટલ દારૂ અને 44 બિયરના ટીન કબ્જે


SHARE































મોરબી અને ટંકારા વિસ્તારમાં દારૂની 4 રેડ: 33 બોટલ દારૂ અને 44 બિયરના ટીન કબ્જે

ટંકારાના હમીરપર ગામના પાટીયા પાસે તેમજ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં દારૂની જુદીજુદી 4 રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂની કુલ મળીને 33 બોટલ અને 44 બિયરના ટીન કબ્જે કરવામાં આવેલ છે અને આરોપીઓને પકડીને પોલીસે તેની સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારાના હમીરપર ગામના પાટીયા પાસે આવેલ મહાદેવના મંદિર નજીક વાડી વિસ્તારના કાચા રસ્તા ઉપરથી ઇકો ગાડી નંબર જીજે 16 બીજી 0731 પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે ગાડીમાંથી દારૂની મોટી 21 અને નાની 44 બોટલો મળી આવતા પોલીસે કુલ મળીને 18045 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દોઢ લાખ રૂપિયા ની ઇકો ગાડી સહિત કુલ મળીને 1,68,45 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે મેરસિંહ ઉર્ફે નરસીભાઈ ભુવાભાઈ મેડા (38) રહે. હાલે છતર ગામની સીમ ભરતભાઈ પટેલની વાડીએ તાલુકો ટંકારા મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસની રેડ દરમિયાન પ્રદીપભાઈ ખુમસિંહ મંડોર રહે. હાલ હમીરપર ગામની સીમમાં છગનભાઈ ચીકાણીની વાડીએ મૂળ રહે. એમપી વાળો નાસી ગયેલ છે જેથી કરીને બંને સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના રાજપરથી નસીતપર ગામ બાજુના રોડ ઉપર આવેલ કારખાના પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની 10 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 7,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હિમચંદ્ર લાલચંદ્ર ભાભર (40) રહે. હાલ રાજપર રોડ મગનભાઈ પટેલની વાડીએ મોરબી મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક પોટલ મળી આવતા પોલીસે 1800 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પ્રવીણભાઈ બળદેવભાઈ સોલંકી (42) રહે. યમુનાનગર-2 શેરી નં-4 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Latest News