મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કલર કામ દરમ્યાન મજુરથી કલરનું ડબલુ ઢોળાઇ જતાં બે પુત્રો-પિતા મળી ત્રણ ઈસમોએ યુવાન ઉપર કર્યો હુમલો


SHARE













મોરબીમાં કલર કામ દરમ્યાન મજુરથી કલરનું ડબલુ ઢોળાઇ જતાં બે પુત્રો-પિતા મળી ત્રણ ઈસમોએ યુવાન ઉપર કર્યો હુમલો

મોરબીના મહેન્દ્રનગર ગામે સુઝુકી શોરૂમ પાસે આવેલ મકાનમાં કલર કામ દરમ્યાન મજુરથી કલરનું ડબલુ ઢોળાય ગયું હતું જેથી કરીને ઘરઘણી પિતા-પુત્રોએ મળીને યુવાન અને મજુરને ધમકી આપીને ઢીકાપાટુ.વડે માર માર્યો હતો અને જાતિપ્રત્યે હડધુત કરાતા ભોગ બનેલી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા મહેન્દ્રનગર ગામે સુઝુકી શોરૂમની પાછળ રહેતા જીગાભાઇ પટેલને ત્યાં કલર કામ કરવાનું હોય મોરબીના જેપુર ગામના જગદીશ મોહનભાઇ મકવાણા નામના ૩૮ વર્ષીય યુવાને કલરકામ રાખ્યું હતું તે પોતે અને તેના મજૂરો કલર કામ કરી રહ્યા હતા તે દરમિયાનમાં સાહેદ મજુરથી કલરનું ડબલું ઢોળાઈ ગયું હતું જેથી કરીને જીગાભાઇ પટેલ તથા તેમના પિતા અને તેના ભાઈએ એકસંપ કરીને જગદીશ મકવાણાને લાકડી વડે માર મારીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તથા ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યા હતા.જેથી ભોગ બનેલ જગદીશ મકવાણાએ સારવાર લીધા બાદ બી ડિવિઝન પોલીસ મથક ખાતે જીગાભાઇ પટેલ તેમના પિતા અને તેના ભાઈ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી હોય એસસીએસટી સેલના ડીવાયએસપી મુનાફખાન પઠાણે આગળની તપાસ હાથ ધરી છે.

રાજકોટ ખસેડાયો

મોરબીના પીપળી રોડ ઉપર વેલકમ સિરામીક નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રામજી રામતનવીભાઈ કેવટ નામના ૨૩ વર્ષીય બેલા(રંગપર) નજીક રહેતા પરપ્રાંતીય મજૂર યુવાનને ઇજાઓ થતાં તેને અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ આગળની તપાસ શરૂ કરી છે.






Latest News