મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ


SHARE







મોરબીમાં મનપા દ્વારા ખાણીપીણીના ૧૬ વેપારીઓને નોટિસ: વાસી બટર-અખાદ્ય ખોરાકનો કરાયો નાશ

મોરબી શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કર્તા ખાદ્યપદાર્થના વેપારીઓ સામે કડક કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી રહી છે અને મનપાની ફૂડ શાખા દ્વારા ૧૬ વેપારીઓને નોટિસ આપીને જુદીજુદી જગ્યાએથી વાસી ખોરાક અને અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો

મોરબીમાં તાજેતરમાં ફૂડસેફટી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કુલ ૨૭ એકમોમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આ કામગીરી દરમ્યાન ગંભીર બેદરકારી બદલ ૧૬ ખાદ્યપદાર્થનાં વેપારીને નોટીસ આપવામાં આવી હતી અને તે ઉપરાંત વાવડી રોડ પર આવેલા મોમાઈ ફાસ્ટફૂડમાંથી હાઈજીન મેઈનટેન ન કરવા બાબત તથા વધુ પડતો ફૂડ કલર મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરાયો તથા વાસી બટરનો નાશ કરાયો હતો તેમજ મોરબી બાયપાસ રોડ પર આવેલા કૃષ્ણ કેમેલી હોટેલમાંથી વધુ પડતો ફૂડ કલર મળતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો અને એક્સપાયરી ડેટ જતી રહી હોઈ તેવા ખાદ્ય પદાર્થ મળી આવતા તેનો પણ નાશ કરાયો હતો. તેવી માહિતી અધિકારી આપેલ છે.






Latest News