મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે તૂટી પડો: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની એસપી સહિતના અધિકારીઓને સ્પષ્ટ સૂચના


SHARE







મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે તૂટી પડો: રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની એસપી સહિતના અધિકારીઓને સ્પષ્ટ સૂચના

રાજકોટ રેન્જ આઇજી તરીકે ચાર્જ સંભાળી લીધા બાદ આજે આઇજી નિર્લિપ્ત રાય મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી અને તેમાં સ્પષ્ટ ભાષામાં મોરબી જિલ્લાની અંદર અસામાજિક પ્રવૃત્તિઓને કડક હાથે ડામવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી જિલ્લામાં છેલ્લા વર્ષોની અંદર હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, લૂંટનો પ્રયાસ, મારામારી, ચોરી વગેરે જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય અને રોજિંદી બની ગયો હોય તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે રાજકોટના રેન્જ આઇ.જી મેરિફ્ટ રાય પહોંચી આતા અને ત્યાં તેઓએ મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ ડીવાયએસપી જે.એમ.આલ, સમીર સારડા, વિરલ દલવાડી અને કે.પી. પરમાર તેમજ એલસીબી પીઆઇ, એસઓજી પીઆઈ, તેમજ મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઇ સાથે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ની એસપી કચેરીના સભાખંડમાં મીટીંગ યોજાઈ હતી જેમાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ ખાસ કરીને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કાયદાની ચુસ્તપણે  જિલ્લામાં અમલવારી થાય તેના માટે સૂચના આપી હતી સાથોસાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે અસમાજિક તત્વો ઉપર તૂટી પડવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેવું સૂત્ર પાસેથી જાણવા મળેલ છે. જોકે મોરબી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા આગામી સમયમાં કેવા આકરા પગલાં લેવામાં આવે છે તે તો સમય જ બતાવશે.






Latest News