મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

અહીંયા કેમ ઉભો છો કહીને મોરબીના બેલા ગામ નજીક યુવાનને માર મારીને કર્યું અપહરણ: 37 હજારના મુદામાલની લૂંટ


SHARE







અહીંયા કેમ ઉભો છો કહીને મોરબીના બેલા ગામ નજીક યુવાનને માર મારીને કર્યું અપહરણ: 37 હજારના મુદામાલની લૂંટ

મોરબીના બેલાથી રંગપર ગામ તરફ જવાના રસ્તા ઉપર રેન્જ સીરામીક નજીકથી ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે એકટીવા અને રિક્ષામાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા “અહીંયા કેમ ઉભો છો” તેવું કહીને તે યુવાન સાથે બોલાચાલી-ઝઘડો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાનને રિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કર્યું હતું અને કારખાનાની પાછળ લઈ જઈને યુવાનને ધોકા અને કમરે બાંધવાના પટ્ટા વડે મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલુ જ નહીં તેની પાસેથી રોકડા આરે 35 હજાર રૂપિયા, એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 37,000 ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

ટંકારા તાલુકાના નેનામ ગામે રહેતા અને ડ્રાઇવર તરીકે કામ કરતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ શેરસીયા (35એ હાલમાં એક્ટિવા ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો તથા સીએનજી રીક્ષામાં આવેલા અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં રેન્જ સીરામીક પાસેથી ફરિયાદી કામ સબબ રંગપર ગામે જઈ રહ્યો હતો ત્યારે સ્તામાં મજુર માટે દેશી દારૂ લેવા તે રોકાયો હતા અને ત્યારે એકટીવા અને સીએનજી રીક્ષામાં અજાણ્યા 4 શખ્સો તેની પાસે આવ્યા હતા અને “અહીંયા કેમ ઉભો છો” તેવું કહીને ફરિયાદી સાથે ઝઘડો કરીને મારામારી કરવામાં આવી હતી ત્યાર બાદ તેનું સીએનજી રીક્ષામાં અપહરણ કરીને રેન્જ સિરામિક કારખાનાની પાછળ લઈ ગયા હતા ત્યાં ફરિયાદીને લાકડાના ધોકા વડે તથા કમરે બાંધવાના પટ્ટા વડે શરીરે આડેધડ માર માર્યો હતો તથા ડાબી આંખ પાસે અને પીઠના ભાગે માર મારીને ઇજાઓ કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં પરંતુ ફરિયાદી પાસેથી રોકડા આરે 35 હજાર રૂપિયા તેમજ સેમસંગ કંપનીનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 37,000 ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં લુટ, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News