મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપરના રેલ્વે બ્રિજ ઉપર બંધ પડેલા ડમ્પરને પાછળથી રિવર્સમાં ધક્કો મારતા ડમ્પર વચ્ચે આવી જવાથી યુવાનનું મોત


SHARE































માળીયા (મી)ના હરીપરના રેલ્વે બ્રિજ ઉપર બંધ પડેલા ડમ્પરને પાછળથી રિવર્સમાં ધક્કો મારતા ડમ્પર વચ્ચે આવી જવાથી યુવાનનું મોત

મોરબી કંડલા હાઈવે રોડ ઉપર આવેલ હરીપરના રેલવે બ્રિજ પાસે બંધ પડેલા ડમ્પરને ચાલુ કરવા માટે બીજા ડમ્પરથી ઠાઠાના ભાગે ધક્કો મારતી વખતે ડમ્પરના ચાલકે બેફિકરાઇથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું ત્યારે બે વાહનની વચ્ચે યુવાન આવી ગયો હતો જેથી તેને માથામાં પાછળના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીકળ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ હરિયાણાના રહેવાસી અને ડ્રાઇવિંગ કામ કરતા નરેન્દ્રકુમાર જગદીશભાઈ ખાતી (47)એ ડમ્પર નંબર એચઆર 69 ઈ 8680 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી કંડલા હાઇવે રોડ ઉપર આવેલ હરીપર રેલવે બ્રિજ ઉપર ડમ્પર નંબર એચઆર 69 ઈ 7301 બંધ થઈ ગયું હતું જેથી કરીને તેને આરોપીના હવાલા વાળા ડમ્પરથી પાછળથી ધક્કો મારીને ચાલુ કરવા માટેનો પ્રયત્ન કરતા હતા દરમિયાન બંધ પડેલા ડમ્પર અને આરોપીના ડમ્પર વચ્ચે સંજય ભૈયારામ કશ્યપ (46) રહે. હરિયાણા વાળો આવી જતા તેને માથા તથા છાતીમાં ગંભીર ઈજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોબાઈલ ફોનની ચોરી

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ જીવરાજભાઈ વિરમગામા (33)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લતિપર ચોકડી પાસે ફરિયાદી તથા તેમના કાકા રમેશભાઈ વિરમગામા ઉભા હતા દરમિયાન ફરિયાદીનો મોબાઇલ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યો હતો જેથી 10 હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News