મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા આધેડ મહિલાએ ઘરમાં અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE







મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા આધેડ મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના માધાપર શેરી નં.18 માં રહેતા આધેડ મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીમાં આવેલ માધાપર શેરી નંબર 18 ખાતે રહેતા લાભુબેન રમેશભાઈ પરમાર (58) નામના મહિલાએ પોતે પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગઈકાલે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ આપઘાત ક્યાં કારણોસર કર્યો તે દિશામાં આગળની તપાસ ડી.આર. ઝાલા ચલાવી રહ્યા છે

400 લીટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના આમરણ ગામના સીમ વિસ્તારમાં વોંકળાના કાંઠે બાવળની કાટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દીપકભાઈ કિશોરભાઈ કોળી રહે. ટાટા નગર આમરણ વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News