મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ગોલ્ડ લોન લેવા માટે કર્મચારીને સોનાના દાગીના આપનારા યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત


SHARE













મોરબીમાં ગોલ્ડ લોન લેવા માટે કર્મચારીને સોનાના દાગીના આપનારા યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત

મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા યુવાનને ગોલ્ડ લોન મળી શકે તેમ ન હતી જેથી તેને ત્યાં છેલ્લા ઘણા સમયથી કામ કરતા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરીને ગોલ્ડ લોન લેવા માટે થઈને યુવાને છ તોલાના સોનાના દાગીને તેને આપ્યા હતા અને ગોલ્ડ લોન લીધી હતી ત્યારબાદ તેને દાગીનાની જરૂર પડતા તેણે દાગીના છોડાવવા માટે કહ્યું હતું જો કે, યુવાનને ત્યાં કામ કરતાં શખ્સ સહિત બે શખ્સોએ મળીને યુવાનની જાણ બહાર સોનાના દાગીના વેચી નાખ્યા હતા જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત કરેલ હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલો ઓમ પાર્ક સોસાયટીમાં રહેતા કેતનભાઇ ભીમજીભાઇ વાઘેલા (37)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિકુમાર કનુભાઈ વરાણીયા રહે. નવી પીપળી શિવ પાર્ક સોસાયટી મોરબી તથા પ્રેમીલકુમાર ચતુર્વેદી રહે. હાલ 201 સ્વાસ્તિક સીટી પૂજા ફાર્મની બાજુમાં અસલાલી અમદાવાદ મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના લાલપર ગામ પાસે આવેલ પવનસુત પ્લાઝામાં ચોથા માળે તેઓની કેવલ પેલેટ નામની ઓફિસ આવેલ છે અને ત્યાં આરોપી કીર્તિકુમાર વરાણીયા છેલ્લા ઘણા સમયથી કામ કરતા હોય ફરિયાદીને રૂપિયાની જરૂર હતી અને તેમને ગોલ્ડ ઉપર લોન મળી શકે તેમ ન હતી જેથી ફરિયાદી તેઓને ત્યાં છેલ્લા ઘણા સમયથી કામ કરતાં કીર્તિકુમાર ઉપર વિશ્વાસ રાખીને સોનાનું મંગળસૂત્ર, સોનાનો ચેન, સોનાના કાનના બુટીયા, સોનાની કાનની બુટીયાની શેર, હાથમાં પહેરવાની સોનાની વીંટી આમ કુલ મળીને છ તોલા સોનાના દાગીના જેની આશરે કિંમત 7,50,000 થાય છે અને તે દાગીનાને લોન લેવા માટે કીર્તિકુમારને આપ્યા હતા અને ત્યારબાદ ફરિયાદીને સોનાના દાગીનાની જરૂર પડતા તેણે આરોપીને કહ્યું હતું જોકે આરોપી કીર્તિકુમાર અને પ્રેમીલકુમાર ચતુર્વેદીએ ફરિયાદીની જાણ બહાર સોનાના દાગીના છોડાવી લઈને બારોબાર વેચી નાખ્યા હતા અને ફરિયાદી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News