મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો

મોરબીની સબજેલમાં મોબાઈલ ઘુસાડવા માટેનો પ્રયત્ન થયો હતો જો કે, જેલના સ્ટાફની સતર્કતાના કારણે આ પ્રયત્નો નિષ્ફળ થયો છે અને મોબાઈલ સહિતની વસ્તુઓને કબ્જે કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા કેદી તેમજ તપાસમાં ખુલે તે શખ્સની સમયે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીની સબ જેલમાં પોણા મહિના પહેલા અમદાવાદથી જડતી સ્કવોર્ડના જેલર સહિતની ટિમ આવી હતી અને મોરબી સબ જેલની જડતી લેવામાં આવી હતી ત્યારે બેરેક નં. 3 અને 4 ની વચ્ચે જનરલ સંડાસ બાથરૂમમાં બેરેક નં. 4 બાજુથી 6 નંબરના બાથરૂમમાં પાણી જવાના બકોરામાં કાળા કલરનું ઝભલામાંથી બે કિપેડ વાળા સીમકાર્ડ વગરના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધવામાં આવેલ હતો. અને આ બનાવની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ. કરકર કરી રહ્યા છે જો કે, આ બે મોબાઈલ કોના હતા ? કોના દ્વારા તેનો ઉપયોગ થતો હતો ? કયા કયા નંબરો ઉપર કોના દ્વારા ફોન કરવામાં આવ્યા છે ? આ સહિતની વિગતો હજુ બહાર આવી નથી ત્યાં વધુ એક વખત જેલમાં મોબાઈલ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

શનિવારે સાંજે મોરબીની સબ જેલના જેલર એચ.એ.બાબરીયાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યુ હતુ કે, સબજેલની બહારના ભાગેથી એક પોટલાનો જેલની અંદર ઘા કરવામાં આવ્યો હતો ? જોકે જેલ સ્ટાફ દ્વારા સવારે જેલની બહારના ભાગમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્ટાફની સતર્કતાના કારણે તે પોટલું સગેવગે કરવામાં આવે તે પહેલા જ તેને જેલના સ્ટાફ દ્વારા કબજે કરી લેવામાં આવ્યું હતું અને પોટલાને ચેક કરવામાં આવતા તેમાંથી લાવા કંપનીનો એક મોબાઈલ ફોન, 4 માવા, બીડીની એક જુડી અને એક ચૂનાની ટોટી મળી આવેલ છે. જે બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝનમાં હાલમાં જેમના સ્ટાફ રાજુભાઈ એન. જેજરીયાએ અજાણ્યા કેદી તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એન.આર.વાણીયા ચલાવી રહ્યા છે


ઉલ્લેખનીય છે કે, પોટલાની આડમાં મોબાઈલ ફોન મોરબીની સબજેલની અંદર ઘુસાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ જેલ સ્ટાફના સતર્કતાના કારણે આ પ્રયત્નને નિષ્ફળ કરવામાં આવ્યો છે. જોકે, મોરબી સબજેલમાંથી અગાઉ મળી આવેલા બે મોબાઈલ ફોન અને હાલમાં જેલની અંદર ફેકવામાં આવેલ પોટલામાંથી મળી આવેલ મોબાઈલ ફોનની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જુદા જુદા બે અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે જોકે આરોપીઓ પકડાશે કે કેમ અને ક્યારે પકડાશે તે તો આગામી સમય બતાવશે.






Latest News