વાંકાનેર જૈન સોશ્યલ ગ્રૂપ સંગિની દ્વારા બોલીવુડ થીમ હાઉજીનું આયોજન કરાયું
વાંકાનેરમાં આઇટીઆઇ પાસેથી પસાર થતી કારમાં આગ લાગતાં કાર બળીને ખાખ
SHARE
વાંકાનેરમાં આઇટીઆઇ પાસેથી પસાર થતી કારમાં આગ લાગતાં કાર બળીને ખાખ
આજે વહેલી સવારે વાંકાનેર શહેરમાં આઇટીઆઇ પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે મારુતિ વાન કાર ની અંદર અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેથી કરીને કાર થોડીવારમાં જ આગ ગોળો બની ગઈ હતી અને કારની અંદર બેઠેલ વ્યક્તિ તાત્કાલિક સમયસૂચકતા વાપરીને કારમાંથી નીચે ઉતરી ગયો હતો જેથી કરીને તેનો બચાવ થયો હતો જો કે આગ લાગવાના કારણે કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે દૂધ ના કેન ભરીને મારુતિવાનમાં વાંકાનેર તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક કારની અંદર આગ લાગી હતી જેથી કરીને આગ લાગવાથી આ કાર હાલમાં બળીને ખાખ થઈ ગઈ છે આ બનાવની વાંકાનેર પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પાલિકાના ફાયર ફાયટરો ઘટનાસ્થળે આવીને કારમાં લાગી આગ પર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો