મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ જીવન ટુકાવ્યું


SHARE









મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત

મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ જોધપરથી લીલાપર ગામ તરફ જવાનો જે મુખ્ય પુલ છે તે પુલ ઉપરથી યુવતીએ નીચે ઝંપલાવ્યૂ હતું જેથી પાણીમાં ડૂબી જવાના લીધે તે યુવતીનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે

મૂળ માળિયા તાલુકાના નાનાભેલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ નંદનવન સોસાયટી શકુન એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધરતીબેન કાંતિલાલ વાઘડિયા (29) નામની યુવતીએ મોરબીના મચ્છુ-2 ડેમ પાસે જોધપર ગામથી લીલાપર ગામ તરફ આવવા માટેનો જે મુખ્ય પુલ છે તે પુલ ઉપરથી નીચે મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવતીનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. ગરીયા દ્વારા કરવામાં આવી હતી અને સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીની સગાઈ તૂટી ગઈ હતી જોકે તેને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં રહેતો યસ સંજયભાઈ (28) નામનો યુવાન મોરબીના લાલપર ગામ પાસે આવેલ સરદાર એસ્ટેટ પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જયારે મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા જલાભાઇ સિંધાભાઈ ગોલતર (42) નામનો યુવાન લાલપર નજીકથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News