મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ


SHARE













મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહીને મજૂરી કામ કરતા થાનના પરિવારની સગીરવયની દીકરીનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે.જેથી કરીને પરિવાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકના વતની અને હાલ મોરબી જિલ્લાના લાલપર ગામ નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું અજાણ્યા ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે.જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુમ થયેલ સગીરાની ભાળ મેળવવા તથા આરોપીને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ અંગેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.આર.જાડેજા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બાળકી સારવારમાં

મોરબીના ટંકારા ખાતે આવેલ રાધે પોલીપેક નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારની રીયુ તિલકપ્રસાદ નામની બે માસની બાળકી મોટર સાયકલની પાછળ બેસીને જતી હતી.ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે તે પડી ગયેલ હોય ઇજા પામતા વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના પાવડીયારી નજીક આવેલ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા સુમિત્રાબેન ગારીડાભાઈ નામની ૨૫ વર્ષની મહિલા સિંદુર પી જતા તેને સારવાર માટે લાવવામાં આવી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવે છે.જ્યારે બાઇક સ્લીપ થવાના બનાવમાં માધવ માનસંગભાઈ સનોડા નામના ચાર વર્ષના બાળકને ઇજા થતાં તેને પણ સારવાર માટે અત્રેની આયુષમાં લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

રફાળેશ્વર પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજા થવાથી ઠાકરશીભાઈ રમેશભાઈ ટીડાણી (૧૮) રહે.ત્રાજપર મોરબી-૨ ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી નજીકના રાજપર ગામે મારામારીના બનાવમાં ઈજા થતા સીમાબેન મુકેશભાઈ બદ્રકિયા નામના ૪૮ વર્ષીય મહિલાને ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના પાવડીયાની નજીક કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં જતીનભાઇ હરિશ્ચંદ્રભાઇ યાદવ નામના ૪૫ વર્ષના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર ગામે ધોળીધાર વિસ્તાર પાસે મારામારીના બનાવમાં ઇજા પામતા દિપક દેવકરણભાઈ પાટડીયા (૨૬) રહે.ઘુનડા તા.મોરબીને સારવાર માટે સિવિલ ખસેડાયો હોય બનાવ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે રહીને ત્યાં જ મજૂરી કામ કરતા સુભાષ રામનાથભાઈ નામના ત્રીસ વર્ષના યુવાનને યાર્ડ ખાતે મારામારીના બનાવમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News