મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત


SHARE





 મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર કારખાના પાસે ટ્રક ખાલી કરવા આવેલા હળવદના રબારી યુવાનને અચાનક હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. જેમાં તેનું સ્થળ ઉપર જ મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે

હળવદના શક્તિનગર વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનું કામકાજ કરતા પ્રવીણભાઈ ગોવિંદભાઈ મર્યા (રબારી) નામનો ૪૨ વર્ષનો યુવાન ટ્રક લઈને કામકાજ માટે મોરબીના જેતપર રોડ ઉપર આવ્યો હતો અને જેતપર રોડ ઉપર સ્કાય સીરામીક પાસે તે ટ્રક ખાલી કરવા માટે પહોંચ્યો હતો.ત્યાં ગઈકાલ તા.૧૭-૩ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તે અન્ય ટ્રક ડ્રાઇવરોની સાથે બેઠેલો હતો ત્યારે પ્રવીણભાઈને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા સંદીપભાઈ રમેશભાઈ ઝાલરીયા નામનો ૩૫ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે ગોકુલ મથુરા સોસાયટી કેનાલ રોડ પાસે તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ નજીક બાઇકમાંથી પડી જતા સોનપાલ હરિસિંહ (૩૬) રહે. પાવડીયારી જેતપર રોડ મોરબીને અત્રે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હળવદના ઘનશ્યામપુર ગામે રહેતા ઋત્વિક નંદલાલ કનજારિયાને બાઈક લઈને વાડીએ જતા ઢવાણા જવાના રસ્તે બાઇક સ્લીપ થતા ઇજા પામતા સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

હળવદના રહેવાસી જીવુબેન કરમશીભાઈ જખાણીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે હળવદની મોરબી ચોકડી પાસે તેઓ બાઈકમાંથી પડી જતા તેમને અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે થાન ખાતે રહેતા વર્ષાબેન મંગળુભાઈ ખવડ નામના ૩૭ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના ધનાળા  ગામે રહેતા નૈરૂતભાઇ હસમુખભાઈ કંજારીયા નામનો ૧૮ વર્ષનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે ચરાડવા હાઇવે ઉપર બાઈક સ્લીપ થતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.




Latest News