મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામ નજીક આઇસરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ અથડાતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં


SHARE































ટંકારાના સરાયા ગામ નજીક આઇસરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ અથડાતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ સરાયા ગામથી આગળ ખાનગી ટ્રાવેલ્સની બસ આઇસરની પાછળના ભાગે અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ખાનગી ટ્રાવેલ્સની બસ થાંભલાને ટેકે અટકી રહી હોવાના કારણે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી જોકે ટ્રક ચાલકે હાલમાં ટ્રાવેલ્સ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાસકાંઠાના ભાભર કમાલપુરા ઠાકોર વાસ ખાતે રહેતા નટવરજી ચાંદાજી ઠાકોર (38)એ હાલમાં ટ્રાવેલ્સ બસ નંબર એમપી 41 પી 5544 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ પોતાનો ટ્રક નંબર જીજે 14 એક્સ 3888 લઈને સરાયા ગામથી આગળ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાવેલ્સ બસના ચાલકે તેઓના આઇસરની પાછળના ભાગમાં જમણી બાજુએ બસ અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આઇસરની પાછળના ભાગમાં નુકસાન થયેલ છે અને અકસ્માત બાદ બસ વીજ પોલના ટેકે અટકી ગઈ હતી જેથી કરીને મોટી દુર્ઘટના થતા સહેજમાં ટળી છે જોકે હાલમાં આ બનાવ સંદર્ભે આઇસરના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી 

મોરબીના જેલ રોડ ની પાછળના ભાગમાં આવેલ લોહાણાપરા શેરી નંબર 1 માં રહેતા જીતેન્દ્રભાઈ ત્રંબકલાલ કોટક (52)એ અજાણ્ય શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, ગત તા. 14/3 ના રોજ રાત્રિના બે વાગ્યાથી લઈને ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેઓના ઘર પાસે તેમણે પોતાનું બાઈક નંબર જીજે 3 એફજી 2588 પાર્ક કરીને મૂક્યું હતું જે 35,000 ની કિંમત  બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News