ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારા નજીક આઇસર ચાલકે રોડ સાઈડમાં ઊભેલી રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ એક બાળકનું મોત


SHARE











ટંકારા નજીક આઇસર ચાલકે રોડ સાઈડમાં ઊભેલી રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ એક બાળકનું મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ જબલપુર ગામના પાટીયા પાસે સ્કૂલ નજીક અતુલ કેરી રીક્ષા લઈને ઉભેલા યુવાનની રિક્ષાને આઇસર ગાડીના ચાલકે પાછળથી હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનના સાસુ, સસરા, સાળાની વહુ અને દીકરાને ઇજાઓ થઈ હતી અને તે પૈકી 9 વર્ષના સાળાના દીકરાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી કરીને હાલમાં યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પચ્ચીસ વારીયાના બ્લોકમાં રહેતા સંજયભાઈ ગંગારામભાઈ ઉઘરેજા (30)એ આઇસર નંબર જીજે 7 વાય વાય 5025 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આર્ય સ્કૂલ અને દેવકુંવર સ્કૂલ પહેલા ફરિયાદી પોતાની અતુલ કેરી રિક્ષા નંબર જીજે 12 એવાય 1470 લઈને રોડ સાઈડમાં ઉભો હતો દરમિયાન પાછળથી આવી રહેલા આઇસર ચાલકે તેની રીક્ષાને ડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષાની અંદર બેઠેલા ફરિયાદીના સાસુ લીલાબેન હકાભાઇ માંગડીયા (50)ને માથામાં ઇજા થતાં ટાંકા આવ્યા હતા અને ડાબા ખભે ફેકચર જેવી ઈજા થઈ હતી તો ફરિયાદીના સાળાના પત્ની જયશ્રીબેનને જમણા હાથમાં ફ્રેક્ચર, ફરિયાદીના સસરા હકાભાઇને શરીરે ઇજાઓ તેમજ ફરિયાદીના સાળાના દિકરા હરી (9)ને જમણા પગમાં તથા શરીરે ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા
વાંકાનેરના રાતાભેર ગામે રહેતા સદામહુસેન મુસ્લિમ નામના ૩૫ વર્ષના યુવાનને વાંકાનેરના ભેરડા ગામ પાસે કારખાના નજીક મારામારીમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો.જ્યારે માળીયા મીયાણાના જેડાવાસ વિસ્તારમાં રહેતા ઝરીનાબેન આમદભાઈ જેડા નામના એકાવન વર્ષીય મહિલાને રાયસંગપર ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ હળવદના જુના દેવળિયા ગામે રહેતા પરિવારની રિયા ભાવેશભાઈ ચરમારી નામની સાત વર્ષની બાળકી ગામમાં બાઇક પાછળથી પડી ગઈ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી. જ્યારે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા હમીરભાઇ કરીમભાઇ માણેક નામના ૧૫ વર્ષના સગીરને હળવદની મોરબી ચોકડી નજીક વાહન અકસ્માતમાં ઇજા થતાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદમાં અનક્ષત્ર પાસે રહેતા અરજણભાઈ મેરાભાઇ ભરવાડ નામના ૪૫ વર્ષના યુવાનને હળવદના ધાંગધ્રા રોડ બાપાસીતારામ મઢુલી નજીક અન્ય મોટરસાયકલ સાથે વાહન અથડાતા ઇજા થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
 





Latest News