લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે


SHARE





ઐતિહાસિક વિરાસત: મોરબીની એલ.ઈ. કોલેજ પાસે ₹81.30 લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ થશે

મોરબીની એતિહાસિક ઓળખ સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ પાસે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા₹81.30 લાખના અંદાજિત ખર્ચ 'ગાર્ડન ડેવલપમેન્ટ'ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા મુલાકાતીઓ માટે એક સુવિધાસભર જાહેર સ્થળ વિકસાવવાનું આયોજન છે

આ પ્રોજેક્ટની મુખ્ય ખાસિયતો વિષે અધિકારી જણાવ્યુ હતું કે, જૂની ઈમારતની મૂળભૂત સંરચનામાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના ગાર્ડન તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને ચાલવા માટે કુદરતી લાલ માટી (Red Soll) ના પાથવે બનાવવામાં આવશે. પદયાત્રીઓ અને વાહનોના અવરજવરના રસ્તાઓ વચ્ચે સ્પષ્ટ વિભાજન રાખવામાં આવશે. અને વિદ્યાર્થીઓની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે કુદરતી પથ્થરના ફિનિશિંગ વાળું આકર્ષક અર્ધવર્તુળાકાર એમ્ફી થિયેટર બનાવવામાં આવશે. આ સાથે હેરિટેજ થીમ આધારિત વળાંકવાળી પથ્થરની બેન્ચો પણ મુકવામાં આવશે, આ ઉપરાંત હેરિટેજ લાઈટિંગ, ગ્રીનરી અને લેન્ડસ્કેપિંગ, બાઉન્ડ્રી વોલ સહિતની કામગીરી કરવામાં આવશે અને ₹81.30 લાખનો પ્રોજેક્ટ પૂર્ણ થવાથી એલ.ઈ. કોલેજ કેમ્પસની સુંદરતામાં અનેકગણો વધારો થશે અને તે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને મનોરંજનનું એક આદર્શ કેન્દ્ર બની રહેશે.




Latest News