મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

ઘોર કળયુગ: મોરબીના ઘૂટું ગામે દીકરાએ માતાને ગાળો આપીને છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી


SHARE































ઘોર કળયુગ: મોરબીના ઘૂટું ગામે દીકરાએ માતાને ગાળો આપીને છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી

મોરબી નજીકના ગુટુ ગામ પાસે આવેલ રામનગરી સોસાયટીમાં રહેતી મહિલાને તેના દીકરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાળો આપી હતી તેમજ છરી બતાવી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ રામનગરી સોસાયટીમાં રહેતા સુમિત્રાબેન પ્રેમજીભાઈ ગોહિલ (47)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા રોહિત પ્રેમજીભાઈ ગોહિલ રહે. રામનગરી સોસાયટી ઘુટુ ગામ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, ગત તા. 19/3 ના રોજ રાત્રીના 9 વાગ્યાના અરસામાં તેઓ તેના જેઠના ઘરેથી પોતાના ઘરે આવ્યા હતા ત્યારે મકાન બંધ હતું જેથી તેઓ ઘરની બહાર બેઠા હતા દરમિયાન રાતે 10 વાગ્યે તેમનો દીકરો રોહિત ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે “તમને જીવવા નહીં દઉં અને હું નહીં મારું તો બીજા દ્વારા મરાવીશ” તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તેની પાસે નફામાં રહેલ છરી બતાવી હતી. ત્યારબાદ પાડોશમાં રહેતા લીલાબેન, સંજયભાઈ અને દેવજીભાઈ સહિતના બીજા માણસો ત્યાં આવી ગયા હતા જેથી ફરિયાદી મહિલા ત્યાંથી જતા રહેલ અને હાઇવે ઉપરથી ટ્રાવેલ્સની બસમાં બેસીને અમદાવાદ ખાતે રહેતા તેઓના માવતરના ઘરે જતી રહી હતી અને ત્યાર બાદ ભોગ બનેલ મહિલા તેના બહેનને સાથે રાખીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ભોજાભાઇ લાલજીભાઈ સીતાપરા (60) નામના વૃદ્ધને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ જનની ગાયને હોસ્પિટલ ખાતે રહેતી પાર્વતીબેન ગણેશભાઈ બીસ્ટ (24) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી












Latest News