મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા ના બંગાવડી ગામે ઝાડની ડાળી ઉપરથી નીચે પડતા હતા યુવાનનું મોત


SHARE











ટંકારા ના બંગાવડી ગામે ઝાડની ડાળી ઉપરથી નીચે પડતા હતા યુવાનનું મોત

ટંકારાના બંગાવડી ગામની સીમમાં ઝાડ ઉપર દાતરડું અને કુહાડી લઈને ડાળી કાપવા માટે ચડેલ યુવાન કોઈ કારણોસર અકસ્માતે ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને અકસ્માતના બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના બંગાવડી ગામે કેશુભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતો કલસિંગ બન્નાભાઈ પરમાર (35) નામનો યુવાન બંગાવડી ગામની સીમમાં દેવળીયા રોડના કાંઠે પીપળાના ઝાડ ઉપર કુહાડી અને દાતરડું લઈને ડાળીઓ કાપવા માટે થઈને ચડ્યો હતો અને ડાળી ઉપરથી કોઈ કારણોસર તે નીચે જમીન ઉપર પટકાતા તેને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની ચંદુભાઈ ગંગારામભાઈ મેંદપરા (40) રહે. બંગાવડી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

400 લીટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

માળીયા મીયાણા તાલુકાના નવી નવલખી બનિયાવાળી જગ્યા તળાવના કાંઠે સ્થાનિક પોલીસ દ્વારા દારૂ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 10,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં સુભાનભાઈ આદમભાઈ મોવર રહે. નવી નવલખી તાલુકો માળિયા વાળા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News