મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા


SHARE







હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા

હળવદ તાલુકાના માનસર પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં નહાવા માટે થઈને 10 જેટલા યુવાનો પડ્યા હતા તે પૈકીના બે યુવાનો ત્યાં પાણીમાં ડૂબી ગયા હતા જેથી આ અંગેની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને કેનાલના પાણીમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટેની શોધખોળ હાથ કરી હતી ત્યારબાદ ટીકર ગામના તરવૈયાઓને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને કેનાલમાં શોધખોળ કરવામાં આવી હતી અને કેનાલના પાણીમાંથી બંને યુવાનોના મૃતદેહ મળી આવતા તેને પીએમ માટે હોસ્પિટલને ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગત તા. 19/3 ના રોજ સવારે 10:00 વાગ્યાના અરસામાં હળવદ નજીક આવેલ કચ્છ ફ્રુટ માર્કેટ ખાતે રહેતા બે યુવાન સહિત કુલ 10 વ્યક્તિઓ માનસર પાસે નર્મદાની કેનાલમાં નહાવા માટે થઈને ગયા હતા અને ત્યાં એક યુવાન પાણીમાં ડૂબી રહ્યો હોય તેને બચાવવા માટે જતા બીજો યુવાને પણ ડૂબી ગયો હતો આમ કુલ બે યુવાનો નર્મદાના પાણીમાં ડૂબી ગયા હતા જેથી આ અંગેની હળવદ પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ શરૂ કરી હતી જોકે યુવાનોનો કોઈ પતો લાગતો ન હતો જેથી ટીકર ગામના તરવૈયાઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને કેનાલમાં ડૂબી ગયેલા યુવાનોને શોધવા માટેની તજવીજ ચાલુ હતી તેવામાં કેનાલમાંથી રાજુરામ કેસારામ જાટ (20) અને ફરશારામ દમારામ જાટ (24) રહે હાલ બંને કચ્છ ફ્રુટ માર્કેટ હળવદ મૂળ રહે રાજસ્થાન વાળાના મૃતદેહ મળી આવ્યા હતા જેથી કરીને બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ઠાકરારામ કીર્તારામ જાટ (46) રહે રાજસ્થાન વાળાએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

400 લીટર આથા સાથે આરોપી પકડાયો

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વેગડવાવ ગામની સીમમાં કારૂભાઈ જખવાડિયાની વાડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવતા પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો આથો કબજે કર્યો હતો અને આરોપી કારૂભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ મગનભાઈ જખવાડિયા (54) રહે વેગડવાવ વાળાની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે






Latest News