લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા


SHARE





હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા

હળવદના સાપકડા ગામે વાડીમાં રજડતા ઢોર ન આવે તે માટે વાડીના શેઢે લાકડાના થાંભલા ઉભા કરતા હતા ત્યાં જઈને તે જ ગામની અંદર રહેતા શખ્સ દ્વારા તે થાંભલા કાઢી નાખવામાં આવતા હતા જેથી કરીને આધેડ તેને સમજાવવા માટે થઈને ગયા હતા ત્યારે સામેવાળા શખ્સે તેને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાનો ધોકો માથામાં ફટકારતા આધેડને માથામાં આઠ ટાંકા આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ મકવાણા (57) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કાનજીભાઈ મકવાણા રહે. સાપકડા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, સાપકડા ગામની સીમમાં તેઓની વાડીના શેઢે તેમના ભાઈ અને ભત્રીજા દ્વારા વાડીમાં રેઢિયાળ ઢોર ન આવે તે માટે લાકડાના થાંભલા ફીટ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન આરોપી તે લાકડાના થાંભલા કાઢી નાખતો હતો જેથી ફરિયાદી આરોપીને સમજાવવા માટે જતા આરોપીએ તેને ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને માથાના ભાગે લાકડાનો ધોકો મારતા તેઓને માથામાં ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં ફરિયાદીને સારવાર માટે ખસેડવામાં આવતા તેને માથામાં આઠ ટાંકા આવ્યા હતા અને હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News