મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE































મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતા યુવાને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેની સામે લાખો રૂપિયા વ્યાજના ચૂકવ્યા હતા તેમ છતાં પણ યુવાન પાસેથી વ્યાજ તથા મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાનને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી આટલું જ નહીં તેની દુકાન તથા મકાનનો અસલ દસ્તાવેજ પણ પડાવી લેવામાં આવેલ હતા જેથી યુવાને 5 શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં આવેલ ધર્મલાભ સોસાયટીમાં રહેતા ધારેશભાઈ બચુભાઈ કેડ (40)એ દેવશીભાઈ બીજલભાઇ વેરાણા, હર્ષદભાઈ પોલાભાઈ ટમારીયા, મયુર ઉર્ફે દેવો દિલીપભાઈ કરોતરા, રમેશભાઈ મનાભાઇ વાંક અને ભરતભાઈ હેમુભાઇ સોલંકી સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીએ દેવશીભાઈ વેરાણા પાસેથી 30 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે, હર્ષદભાઈ પાસેથી 20 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે, મયુરભાઈ પાસેથી 14 લાખ 2.5 ટકાના વ્યાજે, રમેશભાઈ પાસેથી 10 લાખ રૂપિયા 2 ટકાના વ્યાજે અને ભરતભાઈ પાસેથી 5 લાખ રૂપિયા 3 ટકાના વ્યાજે લીધેલા હતા જેની સામે ફરિયાદી લખો રૂપિયા ચૂકવી દીધા હતા તો પણ તેની પાસેથી આરોપીઓ દ્વારા વ્યાજ અને મૂડીની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને વ્યાજ ન ચૂકવતા ફોન ઉપર ગાળા ગાળી કરી હતી અને હર્ષદભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે રમેશભાઈએ ફરિયાદીની દુકાન તથા ફરિયાદીના પત્નીનો મકાનનો અસલ દસ્તાવેજ કબજે કરી લીધો હતો અને પાંચેય આરોપીઓએ ફરિયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 5 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે પહેલા આરોપી દેવશીભાઈ બીજલભાઇ વેરાણા, હર્ષદભાઈ પોલાભાઈ ટમારિયા અને ભરતભાઈ હેમુભાઈ સોલંકીની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં પીએસઆઇ એન.એ.ગઢવી અને તેના સ્ટાફ દ્વારા આરોપી મયુર ઉર્ફે ડીડી દિલીપભાઈ કલોત્રા (28) રહે. રબારીવાસ જેલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કાસમભાઈ સીદીકભાઈ સુમરા (42) નામનો યુવાન 10 ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા હતો જેથી તેને ઇજા થઈ હતી અને તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો ધામેચા લાખાભાઈ માનસિંગભાઈ (40) નામનો યુવાન મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સ્મશાન ખાતે સ્મશાન યાત્રામાં ગયો હતો અને ત્યારથી તે પરત પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે મેલડી માતાજીના મંદિર પાસે બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.












Latest News