મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ સાથે ૨૮ ઓક્ટોબરથી સ્વદેશી મેળો યોજાશે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહર્ષિ વાલ્મીકિ જયંતીની ઉજવણી કરાઇ મોરબી અને ટંકારા તાલુકામાં ફટાકડાના હંગામી લાયસન્સની અરજી માટે સમય મર્યાદામાં કરાયો વધારો મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન


SHARE







મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન

મોરબી જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી  સામાજિક સેવાઓ કરી રહેલ સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં પાંચ સમૂહ લગ્નોમાં ૨૨૩ દીકરીઓના લગ્ન કરવવામાં આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સંસ્થા દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન કર્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં સર્વજ્ઞાતિની દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે અને ખાસ કરીને માતા-પિતા વગરની દીકરીને પ્રધ્યન આપવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે. 

સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા મોરબી શહેર ખાતે તા.૦૫/૦૫/૨૦૨૬ એ સર્વજ્ઞાતિ દીકરીઓનો છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ સમૂહલગ્નમાં કોઈપણ દાતા સહકાર આપવા ઇચ્છતા હોય અને દીકરીઓને ભેટ કે કરિયાવર અથવા તો રોકડ અનુદાન આપવા ઈચ્છુક હોય તો તેઓએ આયોજકોનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. હાલમાં લગ્ન નોંધણી ફોર્મ ભરવાનું ચાલુ છે અને આ સમૂહ લગ્નોત્સવના સમયે કન્યાની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ અને દીકરાની ઉંમર ૨૧ પૂર્ણ હોય તેઓએ જ ફોર્મ ભરવા માટે આયોજકોએ જણાવ્યુ છે. આ લગ્નોત્સવમાં જોડાવવા માંગતા પરિવારો તા. ૧૫/૦૩ થી ૦૧/૦૪ સુધીમાં ફોર્મ ભરવા છે અને આ સંસ્થાનું કાર્યાલય “સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત” પહેલામાળ, ન્યુ કોમ્પલેક્ષ, બસ સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે આવેલ છે અને વધુ માહિતી માટે કાર્યાલય મંત્રી મુકેશભાઇ (84888 90248) તેમજ જીતુભાઈ (63527 33601) અને મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર જીલ્લા પંચાયતની બાજુમાં, સો ઓરડી ચોક, મોરબી-૨ ખાતે પ્રભાબેન (95372 48950) તેમજ ટંકારા માટે ઉષાબેન રાઠોડ (9925849395)નો સંપર્ક કરવાનો રહેશે અને વહેલા તે પહેલાનાં ધોરણે લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે.




Latest News