મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

વર્તમાન સમયમાં સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે દરમિયાન મોરબીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની આગળ પાછળ અભ્યાસ કરતા શખ્સે તેની સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ મોરબીમાં તથા મોરબી શહેર બહાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી ભોગ બનેલ સગીરાના પરિવારને આ અંગેની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ ગુનામાં પોલીસ દ્વારા બે શખ્સોની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીર દીકરી અભ્યાસ કરતી હતી ત્યારે તેની આગળ-પાછળના વર્ષમાં અભ્યાસ કરતો એક શખ્સ તેના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તે સગીરા સાથે મોરબીમાં દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ સગીરાને મોરબીથી બહાર ગામ અભ્યાસ કરવા માટે થઈને મોકલી દેવામાં આવી હતી જો કે, સગીરાને ત્યાંથી લઈ જઈને અન્ય સ્થળે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે બનાવ સંદર્ભે સગીરાના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસ દ્વારા આરોપી યુવરાજ ઉર્ફે પાર્થ લાખાભાઈ ડાંગર (20) રહે. તુલસી પાર્ક દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ મોરબી તથા મહીરાજ ઉર્ફે રાજન સંજયભાઈ ખાદા (20) રહે. કુબેરનગર નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા જગદીશભાઈ નકુમની 16 વર્ષની દીકરી વૈશાલી સનાળા રોડ ઉપરથી બાઈકમાં બેસીને જઈ રહી હતી ત્યારે કોઈ કરણસર બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત સગીરાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બેટરી ફાટતાં ઇજા

મોરબી નજીકના રાજપર ગામે ધનજીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ભેરુભાઈ ગામડનો 8 વર્ષનો દીકરો બાદલ રમતો હતો ત્યારે ત્યાં બેટરી ફાટવાના કારણે તેને ઈજા થઈ હતી જેથી તે બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News