મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં વિદેશી દારૂની પાંચ રેડ: 12 બોટલ દારૂ-બિયરના 6 ટીન કબ્જે


SHARE







મોરબી-ટંકારામાં વિદેશી દારૂની પાંચ રેડ: 12 બોટલ દારૂ-બિયરના 6 ટીન કબ્જે

મોરબી અને ટંકારામાં જુદીજુદી પાંચ જગ્યાએ રેડ કરી હતી ત્યારે દારૂની 12 બોટલ અને બિયરના 6 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો કબ્જે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીમાં ગ્રીન ચોક પાસે નાની બજારમાં રહેતા એજાજ ચાનીયાના મકાનની બાજુમાં શેરીમાં ખુલ્લા પ્લોટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 3 બોટલો તથા 6 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 1800 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જો કે, એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એજાજ ઉર્ફે એજલો મહેબુબભાઇ ચાનિયા રહે. ગ્રીનચોક નાની બજાર મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના નાકા પાસેથી એકટીવા નંબર જીજે 36 કે 8322 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ચાર બોટલ મળી આવી હતી જેથી 480 ની કિંમતનો દારૂ તથા 30,000 રૂપિયાની કિંમતનું એક્ટિવા આમ કુલ મળીને 30,480 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જયેશભાઈ પ્રભુલાલ ચનીયારા (38) રહે. પંચાસર રોડ નાની કેનાલ ઓમ પાર્કની સામે મહાવીર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 203 વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 100 ની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી ખોડલકુમાર કિશોરભાઈ પઢીયાર (32) રહે. ગાયત્રીનગરની બાજુમાં કૃષ્ણનગર-2 નવલખી રોડ મોરબી વાળાને પકડીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના આલાપ રોડથી એસપી રોડ ઉપર જવાના રસ્તા પાસે સ્કૂટર નંબર જીજે 36 એકે 9542 ને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તેમાંથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી 540 ની કિંમતનો દારૂ તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન કબજે કર્યું હતું જોકે આરોપી ત્યાં હાજર ન હોય હાલમાં એકટીવાના ચાલક સામે ગુનો નોંધ પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારામાં લક્ષ્મીનારાયણ જીન રોડ ધરતી ગેરેજની સામેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 787 કિંમતની દારૂની બોટલ પોલીસે કબજે કરી હતી ને આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો રણછોડભાઈ પટણી (35) રહે. ગાયત્રીનગર ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News