શંકાસ્પદ રીતે ખાતરની હેરાફેરી: મોરબીમાં યુરિયા 100 થેલી ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો મોરબીના પીપળીયા ગામે યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરીને કર્યો છરી વડે હુમલો હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન સહિત 34 લોકો સાથે વિઝા-એર ટિકિટના નામે 14.89 લાખની છેતરપિંડી મોરબીમાં વિદેશી દારૂની જુદીજુદી 5 રેડમાં મોંઘીદાટ દારૂની બોટલ સહિત લાખોનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ મોરબી હળવદ રોડ ઉપર કારમાં દારૂની મહેફિલ કરતાં આપના બે આગેવાન દારૂની બેટલો સાથે પકડાયા મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત


SHARE













માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત

માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હરીપર ગામથી આગળના ભાગમાં રસ્તા ઉપર બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં બીજો ટ્રક અથડાયો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં જે ટ્રક અથડાયો હતો તેના ડ્રાઇવરને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં બંધ પડેલા ટ્રકના ચાલકની ફરિયાદ લઈને પોલીસે મૃતકની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જામનગર જિલ્લાના જાલણસર ગામના રહેવાસી પંકજભાઈ અરજણભાઈ ગોંડલીયા (51)એ હાલમાં ટ્રક નંબર આરજે 19 જીજી 7364 ના ચાલક મૃતક દેવરામભાઈ છોગારામ દારા (30) રહે. રામપુરા રાજસ્થાન વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હરીપર ગામની આગળ સામખયારી તરફ એસ.એસ. સોલ્ટ નામના મીઠાના કારખાના સામેથી ફરિયાદી પોતાનો ટ્રક નંબર જીજે 12 બીવી 7191 લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન તેનો ટ્રક ત્યાં બંધ પડી ગયો હતો તેવામાં પાછળના ભાગે મૃતક દેવરામભાઈ દારા પોતાનો ટ્રક લઈને આવી રહ્યા હતા અને તેણે પોતાનો ટ્રક ફરિયાદીના બંધ ટ્રકની પાછળના ભાગમાં અથડાવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દેવારામ દારાને શરીરે ઇજાથઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં પોલીસે ફરિયાદ લઈને ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News