મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ


SHARE







મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કમલમ ખાતે ચૂંટણી લક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગા પણ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઇ મકવાણા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા સહિતના હાજર રહ્યા હતા અને આ બેઠકમાં ખાસ કરીને આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓને ધ્યાને રાખીને રોડમેપ અને સંગઠનલક્ષી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત કરવા બૂથ સ્તર સુધીના આયોજન પર આગેવાનોએ ભાર મૂક્યો હતો. અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કાર્યકરોને માર્ગદર્શન અપાયું હતું. તેમજ પક્ષના માળખાને વધુ મજબૂત કરવા અને પેજ સમિતિના કાર્યને વેગ આપવા સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, તાલુકા મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ, તાલુકા અને શહેરના પ્રભારીઓ સહિતના હાજર રહ્યા હતા.






Latest News