લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ


SHARE





મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ

મોરબી મહાનગર પાલિકાની ફુડ શાખા દ્વારા ખાધ્ય પદાર્થનું વેચાણ કરતાં 51 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે જુદીજુદી જગ્યાએથી અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી જેથી તેનો નાશ કર્યો હતો તેમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો વિગેરેનો નાશ સમાવેશ થાય છે.

મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબી શહેરમાં વાવડી રોડપંચાસર રોડસામાકાંઠાના વિસ્તારમાં ખાદ્ય પદાર્થની ચકાસણી કરવામાં આવી હતી જે દરમિયાન લાઇસન્સ, સ્વછતા, અખાધ્ય કલર અને વાસી ખોરાક અંગે નોટિસ પાઠવામાં આવી હતી અને આ ડ્રાઇવ દરમિયાન વાવડી રોડ પર મસાલા માર્કેટમાંથી આસરે 10 જેટલા મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં મરચું, હળદર, જીરુંનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પટેલ રાજા પાવભાજીમાંથી વાસી નુડલ્સ અને ગ્રેવિનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો, વિશ્વા સ્વીટ નમકીનમાંથી ફૂડ કલરનો નાશ કરાયો હતો અને ૐ સાઈ સ્વીટ ફાર્મમાંથી જથ્થા બંધ ફૂડ કલર અને ખરાબ થયેલ રબડીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો.




Latest News