પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ


SHARE































મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ

મોરબી મહાનગર પાલિકાની ફુડ શાખા દ્વારા ખાધ્ય પદાર્થનું વેચાણ કરતાં 51 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે જુદીજુદી જગ્યાએથી અખાદ્ય વસ્તુઓ મળી આવી હતી જેથી તેનો નાશ કર્યો હતો તેમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો વિગેરેનો નાશ સમાવેશ થાય છે.

મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબી શહેરમાં વાવડી રોડ, પંચાસર રોડ, સામાકાંઠાના વિસ્તારમાં ખાદ્ય પદાર્થની ચકાસણી કરવામાં આવી હતી જે દરમિયાન લાઇસન્સ, સ્વછતા, અખાધ્ય કલર અને વાસી ખોરાક અંગે નોટિસ પાઠવામાં આવી હતી અને આ ડ્રાઇવ દરમિયાન વાવડી રોડ પર મસાલા માર્કેટમાંથી આસરે 10 જેટલા મસાલાના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં મરચું, હળદર, જીરુંનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પટેલ રાજા પાવભાજીમાંથી વાસી નુડલ્સ અને ગ્રેવિનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો, વિશ્વા સ્વીટ & નમકીનમાંથી ફૂડ કલરનો નાશ કરાયો હતો અને ૐ સાઈ સ્વીટ ફાર્મમાંથી જથ્થા બંધ ફૂડ કલર અને ખરાબ થયેલ રબડીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો.












Latest News