મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી


SHARE







મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી

મોરબીના લોકો વાંચન તરફ આકર્ષાય અને વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આધુનિક સુવિધાઓ સાથે ઉત્તમ વાંચન સ્થળ ઉપલબ્ધ થાય તે હેતુસર મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના રવાપર રોડ, નરસંગ ટેકરીની બાજુમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી નિર્માણ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. જેમાં ત્રણ માળની વિશાળ લાઈબ્રેરી બનાવવામાં આવશે.

હાલમાં આ મોડર્ન લાઇબ્રેરીના નિર્માણ કાર્ય માટેનું ટેન્ડર પ્રક્રિયા લાઇવ કરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલિક કાર્ય શરૂ કરવામાં આવશે. આ લાઇબ્રેરી શહેરના વિદ્યાર્થીઓ, વાચકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ મોડર્ન લાઇબ્રેરીમાં વાચકોને આધુનિક અને આરામદાયક વાતાવરણ મળે તે માટે ફુલી સેન્ટ્રલ એ.સી. સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાઇબ્રેરીના તમામ વિભાગોમાં સુવ્યવસ્થિત અને આધુનિક ફર્નિચર વ્યવસ્થા કરવામાં આવશે જેથી વાચકોને લાંબા સમય સુધી આરામથી અભ્યાસ કરી શકાય.

આ લાઇબ્રેરીમાં વિવિધ ક્ષેત્રોની તમામ પ્રકારની પુસ્તકો (બુક્સ) ઉપલબ્ધ રહેશે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો, સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, ટેકનોલોજી સહિતના વિવિધ વિષયોના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાચકો માટે સેપરેટ રીડિંગ એરિયાની પણ સુવિધા રાખવામાં આવશે જેથી શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરી શકાય. આ લાઇબ્રેરીનું નિર્માણ R.C.C. ફ્રેમ સ્ટ્રક્ચરમાં કરવામાં આવશે, જે ભૂકંપ અવરોધક (Earthquake Resistant) માળખા સાથે બનાવવામાં આવશે જેથી ભવિષ્યમાં સુરક્ષિત અને મજબૂત ઇમારત ઉપલબ્ધ રહે.તે ઉપરાંત આ લાઇબ્રેરીમાં એક વિશેષ આકર્ષણ તરીકે ઓપન ટેરેસ લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યાં વાચકો ખુલ્લા અને કુદરતી વાતાવરણમાં વાંચન અને અભ્યાસ કરી શકશે.






Latest News